Counseling of Aryan

NCB gives clean chit to aryan khan: હાઈ-પ્રોફાઈલ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને મળી ‘ક્લીન ચિટ’

NCB gives clean chit to aryan khan: કોરડીલા ક્રૂઝ ડ્રગ કેસમાં નાર્કોટિક્સ બ્યુરોએ ફાઈલ કરેલ 6000 પાનાંની ચાર્જશીટમાં કુલ 14 લોકો પર આરોપો નક્કી કરવામાં આવ્યા

મનોરંજન ડેસ્ક, 27 મેઃ NCB gives clean chit to aryan khan: નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ મુંબઈના હાઈ-પ્રોફાઈલ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને ‘ક્લીન ચિટ’ આપી છે. ગત વર્ષે મુંબઈમાં ક્રૂઝ પર દરોડા દરમિયાન અન્ય કેટલાક લોકો સાથે શાહરુખના પુત્ર આર્યન ખાનની પણ ધરપકડ કરવામાં આવી હતી અને તેની પાસેથી પણ ડ્રગ્સ મળી આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. આ ડ્રગ્સ કાંડમાં આર્યનને જેલ પણ થઈ હતી જોકે બાદમાં કોર્ટે તેને જામીન પણ આપ્યા હતા.

કોરડીલા ક્રૂઝ ડ્રગ કેસમાં નાર્કોટિક્સ બ્યુરોએ ફાઈલ કરેલ 6000 પાનાંની ચાર્જશીટમાં કુલ 14 લોકો પર આરોપો નક્કી કરવામાં આવ્યા છે. આ સિવાય અમુકને ક્લિનચીટ આપવામાં આવી છે એટલેકે આરોપીઓની યાદીમાં તેમના નામ નથી. આયર્ન ખાનનું નામ પણ આ ડ્રગ્સ કાંડના આરોપીઓની યાદીમાં નામ ન હોવાનો મતલબ છે કે એનસીબીએ આ સમગ્ર પ્રકરણમાં બાદશાહ શાહરૂખ ખાનના પુત્રને આધિકારીક ક્લિનચીટ આપી દીધી છે. 

કોને-કોને મળી ક્લિનચીટ ?

આ કેસમાં આર્યન સિવાય અન્ય છ પક્ષકારોને પણ ક્લિનચીટ આપવામાં આવી છે.

  • આર્યન ખાન
  • અવિન શાહુ
  • ગોપાલજી આનંદ
  • સમીર સૈઘન
  • ભાસ્કર અરોડા
  • માનવ સિંહા

આ પણ વાંચોઃ This guy has been tied to a tree for six years:છેલ્લા 6 વર્ષથી બાવળના ઝાડની નીચે કપડા વગર જીવી રહેલા યુવાનની મદદ આવ્યા ખજૂર ભાઇ- વાંચો વિગત

માર્ચ મહિનાના અંતે આર્યન ખાન (Aryan Khan) ડ્રગ્સ કેસ(Drugs Case)માં મુંબઈની કોર્ટે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો(NCB)ની SITને ચાર્જશીટ ફાઈલ કરવા માટે 60 દિવસનો સમય આપવામાં આવ્યો હતો. મુંબઈના એક ક્રૂઝ પર પાર્ટી દરમિયાન મળેલા ડ્રગ્સના મામલે એનસીબીએ શાહરૂખ ખાનના પુત્ર આર્યનખાનને મુખ્ય આરોપી ઠેરવ્યો હતો. આ મામલે અગાઉ સમાચાર આવ્યા હતા કે, આર્યન ખાન સામે એજન્સીને કોઈ ખાસ પુરાવા મળ્યા નહોતા પરંતુ બાદમાં એનસીબીએ સ્પષ્ટ કરી દીધું કે, હજુ આ મામલે ક્લીન ચિટ આપવામાં નથી આવી. 

જોકે આજે 27મી મેના રોજ રજૂ કરેલ ચાર્જશીટમાં આયર્નને NCBએ આધિકારીક રીતે ક્લિનચીટ આપી છે. ચાર્જશીટમાં એસઆઈટીએ નક્કર પુરાવાને આધારે 14 લોકો સામે આરોપો નક્કી કર્યા છે અને નક્કર આધાર પુરાવાના અભાવે ચાર્જશીટમાંથી 6 લોકોના નામ દૂર કરવામાં આવ્યા છે,જેમાં શાહરૂખ ખાનની મન્નત પુરી થઈ છે અને આર્યનનું નામ નથી.

આ કેસમાં એનસીબીએ કોર્ટ પર 90 દિવસનો સમય માગ્યો હતો જેમા કોર્ટે માત્ર 60 દિવસનો જ સમય આપ્યો છે. આર્યન ખાનની 3 ઓક્ટોબર 2021ના રોજ મુંબઈથી ગોવા જઈ રહેલી એક શિપ પર ચાલી રહેલી પાર્ટીમાંથી ધરપકડ કરવામાં આવી હતી. આયર્ન પર NCBએ ડ્રગ્સ રાખવા, ખરીદવા અને વેચવાનો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ કોર્ટે આર્યનને મુંબઈની આર્થર રોડ જેલમાં મોકલી દીધો હતો. જ્યાં તેણે 26 દિવસનો જેલવાસ ભોગવ્યો હતો. ત્યારબાદ મુંબઈ હાઈ કોર્ટે તેને કેટલીક શરતો સાથે જામીન આપ્યા હતા.

આ પણ વાંચોઃ Ahmedabad police collects money: અમદાવાદની હપ્તા ખોર પોલીસ, રીક્ષા, લારીવાળા પાસેથી દર મહિને ઉઘરાવે છે રૂપિયા

Gujarati banner 01