Liquor beer cheaper

Liquor beer cheaper: આ રાજ્યમાં દારૂ અને બિયર થશે સસ્તી, મંત્રી જૂથે આયાત જકાત ઘટાડવાનો નિર્ણય કર્યો

Liquor beer cheaper: હવે દારૂ બીયર પીવાવાળાને આ રાજ્યમાં મોજ થઇ જશે. મધ્યપ્રદેશમાં મંત્રી જૂથની બેઠકમાં દારૂ અને બિયર પરની આયાત જકાત ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

નવી દિલ્હી, 27 મેઃ Liquor beer cheaper: હવે દારૂ બીયર પીવાવાળાને આ રાજ્યમાં મોજ થઇ જશે. મધ્યપ્રદેશમાં મંત્રી જૂથની બેઠકમાં દારૂ અને બિયર પરની આયાત જકાત ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયના અમલ પછી, રાજ્યમાં દારૂ અને બીયરના શોખીનોને તેમની મનપસંદ બ્રાન્ડની બોટલ ઓછી કિંમતે મળી શકશે. આ નિર્ણય વિશે માહિતી આપતાં મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ જણાવ્યું કે, એક મહત્વપૂર્ણ બેઠક દરમિયાન રાજ્યમાં બિયર અને વાઈન પરની આયાત ડ્યૂટી ઘટાડવાના નિર્ણયને મંજૂરી આપવામાં આવી છે.

મંત્રી નરોત્તમ મિશ્રાએ તેમની પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, ‘બેઠકમાં એક્સાઈઝ પોલિસી 2022-23 સંબંધિત ઘણા મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. જીઓએમ બીયર પરની આયાત ડ્યૂટી 30 રૂપિયા પ્રતિ લિટરથી ઘટાડીને 20 રૂપિયા કરવા સંમત થઈ છે. તે જ સમયે, વાઇન પરની આયાત ડ્યૂટી 10 રૂપિયા પ્રતિ લિટરથી ઘટાડીને 5 રૂપિયા પ્રતિ લિટર કરવાના વિભાગીય પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે.

આ પણ વાંચોઃ NCB gives clean chit to aryan khan: હાઈ-પ્રોફાઈલ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને મળી ‘ક્લીન ચિટ’

આ બેઠકમાં રાજ્યના આબકારી મંત્રી જગદીશ દેવરા, શહેરી વહીવટ અને ગૃહ નિર્માણ મંત્રી ભૂપેન્દ્ર સિંહ, વન મંત્રી વિજય શાહ અને ઘણા અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.

તે જ સમયે, આબકારી વિભાગના જણાવ્યા અનુસાર, અગાઉ રાજ્યમાં 1200 દુકાનો પર બિયર ઉપલબ્ધ હતી, જ્યારે હવે લગભગ 3500 દુકાનો પર બિયર મળી રહી છે. જેના કારણે વપરાશ પણ વધ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે વપરાશ એટલે કે માંગમાં વધારાને કારણે મધ્યપ્રદેશની રાજ્ય સરકાર આયાત ડ્યૂટી ઘટાડવા જઈ રહી છે. આયાત ડ્યૂટીમાં ઘટાડો થવાથી રાજ્યમાં દારૂ સસ્તો થશે. (સોર્સઃ ન્યુઝ રીચ)

આ પણ વાંચોઃ This guy has been tied to a tree for six years:છેલ્લા 6 વર્ષથી બાવળના ઝાડની નીચે કપડા વગર જીવી રહેલા યુવાનની મદદ આવ્યા ખજૂર ભાઇ- વાંચો વિગત

Gujarati banner 01