Gujarat police 600x337 1

Ahmedabad police collects money: અમદાવાદની હપ્તા ખોર પોલીસ, રીક્ષા, લારીવાળા પાસેથી દર મહિને ઉઘરાવે છે રૂપિયા

Ahmedabad police collects money: શહેરના લોકો આ વાતથી અજાણ નથી પણ કોણ જાણે અધિકારીઓને આ વાતનો કેમ ખ્યાલ ન આવતો નથી કે પછી જાણીજોઈને આખા એડા કાન કરવામાં આવે છે

અમદાવાદ, 27 મેઃ Ahmedabad police collects money: અમદાવાદ શહેરની પોલીસને લોકોના કાર્ય કરવામાં ઓછો રસ છે અને હપ્તા ઉઘરાવામાં વધુ રસ છે. શહેરમાં પોલીસની છાપ દિવસેને દિવસે ખુબ જ ખરાબ છે. અમદાવાદમાં ટ્રાફિકનું નિયંત્રન નથી તેમજ અસામાજિક તત્વોથી લોકો પરેશાન છે તેમ છતાં પોલીસ કાયદો અને વ્યવસ્થા પર ધ્યાન આપવાને બદલે રૂપિયા ઉઘરાવવામાં વધુ રસ ધરાવતી હોય તેવું લાગી રહ્યું છે.

દેશમાં જયારે ભ્રષ્ટચાર ચરમસીમાએ છે ત્યારે તેમાંથી પોલીસ પણ બાકાત નથી અને આ મામલે અમદાવાદ પોલીસ પણ પાછળ રહેતી જણાતી નથી. અમદાવાદ શહેરમાં હજારોની સંખ્યામાં ઓટોરિક્ષા ચાલે છે આ ઓટોરીક્ષાના પણ ચોક્કસ ભાવ રાખેલા હોય છે તે પ્રમાણે દર એક રીક્ષા માલિકને ટ્રાફિક પોલીસને નક્કી કરેલી રકમ દર મહિને ચુકવવાની હોય છે. શહેરમાં જુદા જુદા રૂટ પર ચાલતી રીક્ષાના જુદા જુદા ભાવ નક્કી કરેલા હોય છે તે પ્રમાણે રીક્ષાના માલિક પાસેથી ટ્રાફિક પોલીસના માણસ દ્વારા આ રકમ ઉઘરાવવામાં આવી રહી છે.

અમદાવાદ શહેરમાં સરખેજ ગાંધીનગર હાઇવે પર અડાલજ ચોકથી ઉજાલા ચોકડી સુધી ચાલતી એક રીક્ષાના ભાવ 1000 રૂપિયા છે અને આ ભાવ દર મહિનાની પહેલી તારીખે ટ્રાફિક પોલીસના ચોક્કસ માણસને આપી દેવાની હોય છે. આ જ રીતે શહેરના જુદા જુદા માર્ગો દોડતી રીક્ષાના જુદા જુદા ભાવ પ્રમાણે રૂપિયા પહોંચાડવા આવે છે. શહેરના લોકો આ વાતથી અજાણ નથી પણ કોણ જાણે અધિકારીઓને આ વાતનો કેમ ખ્યાલ ન આવતો નથી કે પછી જાણીજોઈને આખા એડા કાન કરવામાં આવે છે.

આ પણ વાંચોઃ Air-to-water machine: એર-ટુ-વોટર મશીન લોન્ચ, ઇઝરાયેલની કંપની Watergenએ ભારતમાં રજૂ કરી પ્રોડક્ટ, જાણો તેના ફીચર્સ

આ જ રીતે શહેર પોલીસ પણ લારીવાળા પાસેથી ચોક્કસ હપ્તા વસુલ કરતા હોય છે. એક બાજુ લારીઓવાળા પાસેથી કોર્પોરેશનવાળા ભાડું વસુલતા હોય છે તો બીજી તરફ શહેરની પોલીસ હપ્તા ઉઘરાવે અથવા નાસ્તાની લારીઓ પરથી નાસ્તો લઇ જતા હોય છે પરંતુ એના પૈસા ચુકવામાં આવતા નથી. શહેરમાં ઉભેલી ફ્રૂટ અને આઈસ્ક્રીમની લારીને પણ છોડવામાં આવતી નથી તેની પાસેથી પણ રૂપિયા લઇ જાય છે અથવા આઈસ્ક્રીમ તેમજ ફ્રૂટ લઇ જવામાં આવે છે.

પોલીસનું આ કાર્ય આજકાલનું નથી વર્ષોથી પોલીસ હપ્તા ઉઘરાવે છે અને તે અવિરત ચાલુ જ છે. પોલીસનું કાર્ય લોકોની સેવા અને સુરક્ષાનું હોય છે જે રીતે દેશના જવાન બોર્ડર પર ઉભા રહીને દેશની સેવા કરે છે તેવી જ રીતે દેશની અંદર પોલીસનું જ કર્યા લોકોની સેવા કરવાનું છે.

અમદાવાદની જેમ ગુજરાતની ભ્રષ્ટ પોલીસ પર કાયદાકીય પગલાં ક્યારે લેવામાં આવશે કે પછી હપ્તાખોરી સિસ્ટમ પણ એક સિસ્ટમનો ભાગ બનીને રહી જશે?  (સોર્સઃ ન્યુઝ રીચ)

આ પણ વાંચોઃ Bharat Drone Mahotsav: ભારતનો સૌથી મોટો ‘ડ્રોન ફેસ્ટિવલ’, PM મોદીના હસ્તે ઉદ્ઘાટન

Gujarati banner 01