pushpa 2

Pushpa 2 Release date: આતુરતાનો આવ્યો અંત! આ તારીખે રિલીઝ થશે, અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા 2

મનોરંજન ડેસ્ક, 25 ઓક્ટોબરઃ Pushpa 2 Release date: અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પા 2 : ધ રૂલ’ની નવી રિલીઝ ડેટ સામે આવી ગઈ છે. ફિલ્મ પહેલા 6 ડિસેમ્બરે રિલીઝ થવાની હતી, પરંતુ ખુદ અલ્લુ અર્જુને ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરીને નવી રિલીઝ ડેટનો ખુલાસો કર્યો છે.

આ પણ વાંચો:- Somnath’s light and sound show: આજથી સોમનાથની ગાથા વર્ણવતો થ્રીડી લાઈટ એન્ડ સાઉન્ડ શો શરુ; જાણો વિગત….

વાત એમ છે કે, આ ફિલ્મની રિલીઝ ડેટ બદલીને નિર્માતાઓએ જંગી કમાણી કરવાની યોજના ઘડી છે. જો ફિલ્મ 6 ડિસેમ્બર એટલે કે શુક્રવારે રિલીઝ થઈ હોત તો તેને વીકએન્ડ પહેલાનો એક દિવસ જ મળ્યો હોત. જો કે હવે આ ફિલ્મ શુક્રવારને બદલે 5 ડિસેમ્બરે, ગુરુવારે રિલીઝ થશે. જેના કારણે ફિલ્મને વીકએન્ડના 2 દિવસ પહેલા એટલે કે વીકેન્ડ સુનામીના 2 દિવસ પહેલા જ બમ્પર કમાણી શરૂ થઈ ગઈ હશે.

અલ્લુ અર્જુન અને રશ્મિકા મંધાનાની વર્ષ 2021માં આવેલી ફિલ્મ ‘પુષ્પાઃ ધ રાઇઝ નો ‘પુષ્પા 2 ધ રૂલ’ નો બીજો ભાગ છે. ફિલ્મ પુષ્પા વર્ષ 2021ની સૌથી મોટી સુપરહિટ ફિલ્મ સાબિત થઈ છે. ત્યારથી નિર્માતાઓએ તેનો બીજો ભાગ બનાવવાનું નક્કી કરી લીધું હતું. અગાઉ આ ફિલ્મ ‘પુષ્પા 2’ આ વર્ષે 15મી ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતા દિવસે રિલીઝ થવાની હતી, પરંતુ શૂટિંગ પૂર્ણ ન થવાને કારણે નિર્માતાઓએ તેની તારીખ બદલી નાખી હતી.

BJ ADS

રિપોર્ટ પ્રમાણે, નિર્દેશક સુકુમાર ‘પુષ્પા 2 ધ રૂલ’ની રિલીઝ ડેટ ફરી એકવાર બદલાઈ છે. જ્યાં અગાઉ પુષ્પા 2 ધ રૂલ વર્ષના છેલ્લા મહિનામાં એટલે કે 6 ડિસેમ્બરે બોક્સ ઓફિસ પર આવવાની હતી. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ એક દિવસ પહેલા એટલે કે 5મી ડિસેમ્બર 2024ના રોજ રિલીઝ થશે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો