Sandeep Ashlesha live in since 20 years

Sandeep Ashlesha live in since 20 years: સિરિયલ ક્યોકિં સાસભી કભી..ની દિયર-ભાભીની જોડી છેલ્લા 20 વર્ષથી રહે છે લિવ ઈન માં

Sandeep Ashlesha live in since 20 years: સંદીપે કહ્યું કે અમારો સંબંધ લગ્ન જેવો જ છે. અમે બસ ઢોલ વગાડતા નથી. અમે ખુબ આધ્યાત્મિક લોકો છીએ

મનોરંજન ડેસ્ક, 22 ઓગષ્ટઃSandeep Ashlesha live in since 20 years: સીરિયલ ‘ક્યુંકિ સાસ ભી કભી બહુ થી’ એ મનોરંજન જગતને અનેક ધૂરંધર કલાકારોની ભેટ આપી છે. આ સીરિયલમાં અભિનેત્રી અશ્લેષા સાવંત અને સંદીપ બસવાના પણ જાેવા મળ્યા હતા. અશ્લેષાએ શોમાં તિશા મહેતા વીરાનીની ભૂમિકા ભજવી હતી જ્યારે સંદીપ સાહિલ વીરાનીની ભૂમિકામાં જાેવા મળ્યો હતો. પરંતુ શું તમને ખબર છે કે આ સીરિયલ બાદ પણ આ જાેડી આજે પણ સાથે સાથે જ છે? અશ્લેષા સાવંત અને સંદીપ બસવાના છેલ્લા ૨૦ વર્ષથી સાથે છે. બંને ૨૦ વર્ષથી લગ્ન કરીને નહીં પરંતુ લિવ ઈન રિલેશનશીપમાં સાથે રહી રહ્યા છે. 

સંદીપે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ભલે તેમના ઓફિશિયલ લગ્ન ન થયા હોય પરંતુ તેમનો સંબંધ લગ્ન જેવો જ છે. સંદીપે કહ્યું કે ‘અમે સાથે કામ કરતા બંને એકબીજાની નજીક આવ્યા હતા. બંને એક જ પ્રોફેશનમાંથી છે તો એકબીજાના કામને પણ સમજે છે. 

સંદીપે વધુમાં કહ્યું કે અમારો સંબંધ લગ્ન જેવો જ છે. અમે બસ ઢોલ વગાડતા નથી. અમે ખુબ આધ્યાત્મિક લોકો છીએ. અમને ખબર છે કે આપણે આ દુનિયામાં ખુબ ઓછા સમય માટે આવ્યા છીએ. જેટલો સમય પ્રેમમાં પસાર કરો, તેટલું સારું છે. અમારું એક બીજાને વચન હતું કે જ્યાં સુધી અમારામાં પ્રેમ રહેશે, ત્યાં સુધી અમે સાથે રહીશું. જ્યારે પ્રેમ નહીં રહે તો પણ અમે એક બીજાના જીવનને નુકસાન પહોંચાડીશું નહીં. આ અમારી એક સોચ છે. અત્યાર સુધી તો પ્રેમ જળવાઈ રહ્યો છે આગળ ભવિષ્યમાં જાેઈશું કે લગ્ન કરીશું કે નહીં.’

આ પણ વાંચોઃ Governor honored the farmers: પોરબંદર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોજાયેલી પ્રાકૃતિક કૃષિ કાર્ય શાળામાં રાજ્યપાલ હસ્તે પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન કરાયું

સંદીપને જ્યારે પૂછવામાં આવ્યું કે ફેમિલી પ્લાનિંગ અને બાળકો વિશે શું વિચારો છો તો તેણે  કહ્યું કે બાળકો દુનિયામાં અનેક છે. દુનિયાની જનસંખ્યા વધી રહી છે, કોઈએ તો તેના વિશે વિચારવું પડશે.  તે કહે છે કે ‘હાલ મને એવું લાગે છે કે જનસંખ્યા ખુબ વધુ છે. જ્યારે અંદરથી અવાજ આવશે તો અમે બાળકો પેદા કરી લઈશું. પરંતુ હાલ મને લાગે છે કે જનસંખ્યા ખુબ વધુ છે.

કેટલાક લોકોએ તો એ વિચારવું જાેઈએ કે જાે બાળક જાેઈતા હોય તો તેમને દત્તક લઈ લો, પોતાના ના કરો. પશુ-વનસ્પતિ બધા ઓછા થઈ રહ્યા છે. કેટલાક જાગૃત લોકોએ વિચારવું જાેઈએ કારણ કે આપણા બાળકો જાેઈએ તેમ વિચારીને બાળકો પેદા ન કરવા જાેઈએ. બાળકો પેદા કરીશું તો તમે જુઓ જ છો કે બેરોજગારી કેટલી બધી છે. ગરીબ દેશ છે, લોકો પાસે ખાવા-પીવા સુવિધા નથી.’

આ પણ વાંચોઃ CM Kejriwal and Sisodia To Visit Gujarat: દિલ્હીના મુખ્યમંત્રી અને મનિષ સિસોદિયા આજથી બે દિવસ ગુજરાતની મુલાકાતે, શિક્ષણ-સ્વાસ્થય મુદ્દે આપી વધુ એક ગેરેન્ટી

Gujarati banner 01