CM Kejriwal and Sisodia To Visit Gujarat Two Days

CM Kejriwal and Sisodia To Visit Gujarat: દિલ્હીના મુખ્યમંત્રી અને મનિષ સિસોદિયા આજથી બે દિવસ ગુજરાતની મુલાકાતે, શિક્ષણ-સ્વાસ્થય મુદ્દે આપી વધુ એક ગેરેન્ટી

CM Kejriwal and Sisodia To Visit Gujarat: અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદીયાએ કહ્યું- દરિદ્રતા:ખાનગી સ્કૂલોમાં ફી વધારો નહીં કરવા દઇએ, સરકારી હોસ્પિટલને અમે AC ખાનગી હોસ્પિટલ જેવી બનાવીશું

અમદાવાદ, 22 ઓગષ્ટ:CM Kejriwal and Sisodia To Visit Gujarat: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને નાયબ મુખ્યમંત્રી ગુજરાતના પ્રવાસે છે. ત્યારે તેમણે ફરી એકવાર સરકારને નિશાન બનાવ્યાં. કેજરીવાલે કહ્યું કે, ગુજરાતના લોકો મોંઘવારીથી ત્રાહિમામ થયા છે. તો મનીષ સિસોદિયાએ કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, કેજરીવાલને રોકવા માટે કેન્દ્ર સરકાર પ્રયાસ કરી રહી છે.

ગુજરાતના લોકોને કેજરીવાલમાં આશા દેખાઈ રહી છે. મને ભાજપ તરફથી બે ઓફર આપવામાં આવી છે. ભાજપ તરફથી મને મુખ્યમંત્રી બનાવવાની ઓફર અપાઈ છે. સાથે જ મારા પર થયેલા કેસ પાછા ખેંચાઈ જશે તેવી ઓફર અપાઈ છે. મને આમ આદમી પાર્ટી તોડવા કહેવામાં આવ્યું છે. પરંતું અરવિંદ કેજરીવાલ મારા રાજકીય ગુરુ છે. 

દિલ્લી CM કેજરીવાલે સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, ગુજરાતની ભાજપની સરકારથી લોકો પરેશાન છે. ગુજરાત ભાજપની સરકારમાં અહંકાર આવી ગયો છે. ગુજરાતના લોકો ખૂબ જ દુ:ખી છે. તેથી જ અમે શિક્ષણ અને સ્વાસ્થ્યની ગેરન્ટી આપવા આવ્યા છે. જો કામ ન કરીએ તો બીજીવાર મત ન આપતા. અમે જનતા મુદ્દા પર વાત કરીએ છીએ. યુવા, મહિલા અને ખેડૂતો પર વાત કરીએ છીએ.  

ગુજરાતની પ્રજા દુઃખી છે, 27 વર્ષથી શાસનમાં હોવાથી ભાજપમાં ઘમંડ અને અહંકાર આવી ગયો છે. અમે પોઝિટિવ પ્રચાર કરી રહ્યા છે. આજે વિશ્વના સૌથી સારા શિક્ષણ મંત્રી અમારા મનીષ સિસોદીયા છે. શિક્ષણ વગર ભારત વિશ્વમાં પ્રગતિ નહિ કરી શકે. દિલ્હીમાં દરેક બાળક માટે વિશ્વ સ્તરની શિક્ષા ઉપલબ્ધ છે.

આ પણ વાંચોઃ IS terrorist arrested in russia: BJP ના મોટા નેતા પર હુમલો કરવાનો હતો આ આતંકવાદી, રશિયાએ ISIS ના આતંકીની પૂછપરછમાં કર્યો ખુલાસો

તો મનીષ સિસોદિયાએ કહ્યું કે, કેજરીવાલ સરકારે શાનદાર શાળાઓ બનાવી છે. આજ કામ હવે પંજાબમાં પણ શરૂ થઈ ગયું છે. 5 મહિનામાં જ ત્યાં ઝડપથી કામ થઈ રહ્યું છે. સારું અને ગુણવત્તા યુક્ત શિક્ષણ ગુજરાતના દરેક બાળકનો હક છે. આજે અમે આમ આદમી પાર્ટી તરફથી ગુજરાતના દરેક પરિવારના બાળકો માટે ઉચ્ચ ગુણવત્તાનું શિક્ષણ આપવાની ખાતરી આપીએ છીએ. આ ફક્ત શહેરોમાં નહિ પણ ગ્રામીણ સ્તરે પણ હશે. અમારી સરકાર બન્યા બાદ ગુજરાતના દરેક બાળકો માટે ફ્રી અને શાનદાર શિક્ષણ આપીશું.

ગુજરાતની દરેક સરકારી શાળાને ખાનગી શાળાની જેમ ભવ્ય બનાવવામાં આવશે. શાળામાં જે રીતે શિક્ષકોની અછત છે એની ભરતી કરી પૂર્ણ કરીશું. ખાનગી શાળામાં જે બાળકો ભણે છે, એમની ફી ઘણી વધુ મોંઘી હોય છે. ખાનગી શાળામાં ભણતા બાળકોની ફી આડેધડ વધવા નહિ દઈએ. અમને પૂરો વિશ્વાસ છે કે ગુજરાતની પ્રજા અમારા પર વિશ્વાસ મૂકશે. 

કેજરીવાલ શિક્ષણને લઈને પ્રહાર કરતા કહ્યું કે, આજે ગુજરાતમાં 1 કરોડ બાળકો શાળામાં જાય છે. સરકારી અને ખાનગી શાળા બંનેના બાળકો સાથે અન્યાય થઈ રહ્યો છે. આજે ગુજરાતમાં શિક્ષણનું જે સ્તર છે એ 27 વર્ષના ભાજપના શાસનનું પરિણામ છે. બીજા 5 વર્ષ આવશે તો બધું ખરાબ થશે. 

તો આરોગ્યની ગેરેન્ટી આપતા કહ્યું કે, રાજ્યમાં સરકારી આરોગ્ય સિસ્ટમ ખાડે ગઈ છે. ગુજરાતમાં રહેવાવાળી દરેક વ્યક્તિનો ઈલાજ મફત અને ગુણવત્તાયુક્ત હશે. મફત એનો મતલબ એ નહિ કે ગુણવત્તા નહિ મળે. દિલ્હી માફક ગુજરાતમાં મહોલ્લા ક્લિનિક શરૂ કરવામાં આવશે. જેટલા સરકારી દવાખાના છે એને ખાનગી જેમ સર્વોચ્ચ બનાવીશું. સંપૂર્ણ વતાનુકુલિત બનાવીશું. જેનો અકસ્માત થાય છે, તો એનો ઈલાજ સંપૂર્ણ મફત કરવામાં આવશે. અંતે કેજરીવાલે દારૂબંધી મુદ્દે ગેરેન્ટી આપતા કહ્યું કે, અમે ભાજપની જેમ દારૂનો ગેરકાયદે ધંધો નહિ કરીએ.

આ પણ વાંચોઃ Home remedies for Black and white heads: બ્લેકહેડ્સ અને વ્હાઇટહેડ્સથી છુટકારો મેળવવા માટે અજમાવી જુઓ આ સરળ નુસખા

Gujarati banner 01