Shefali Jariwala Death Case: શેફાલી જરીવાલા મૃત્યુ કેસમાં પોલીસનું ચોંકાવનારું નિવેદન
Shefali Jariwala Death Case: ફોરેન્સિક સાયન્સલેબની ટીમ જ્યારે શેફાલીના ઘરે પહોંચી હતી. ત્યારે તેને અભિનેત્રીના ઘરેથી 3 દવાઓ મળી છે.

મુંબઇ, 02 જુલાઇઃ Shefali Jariwala Death Case: ફેમસ અભિનેત્રી અને મોડલ શેફાલી જરીવાલાહવે આ દુનિયામાં નથી. 27 જૂને તેમના મૃત્યુના સમાચાર આવ્યા હતા. ત્યારથી પોલીસ આ કેસની તપાસ કરી રહી છે. તપાસ દરમિયાન, પોલીસને તેમના ઘરેથી 3 દવાઓ પણ મળી આવી છે.
કાંટા લગા ગર્લના નામથી ફેમસ અભિનેત્રી શેફાલી જરીવાલાના ચાહકોને 27 જૂનના રોજ મોટો ઝટકો લાગ્યો હતો. આ દિવસે શેફાલી જરીવાલાએ દુનિયાને અલવિદા કહ્યું હતુ. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, તેમનું હાર્ટ એટેકના કારણે મૃત્યું થયું છે, પરંતુ પોલિસ હજુ પણ આ મામલે તપાસ કરી રહી છે.
તપાસ દરમિયાન એવી જાણકારી સામે આવી કે, ફોરેન્સિક સાયન્સલેબની ટીમ જ્યારે શેફાલીના ઘરે પહોંચી હતી. ત્યારે તેને અભિનેત્રીના ઘરેથી 3 દવાઓ મળી છે. જે શેફાલી લઈ રહી છે.FSLની ટીમને તેના ઘરેથી એન્ટી એજિંગ વાયલ્સ, વિટામિન ઇન્જેક્શન અને ગેસ્ટ્રિક દવાઓ મળી આવી હતી.
આ પણ વાંચો:- Country’s first solar bus station: સ્માર્ટ સુરતનું અલથાણમાં દેશનું પ્રથમ સોલાર સંચાલિત બસ સ્ટેશન તૈયાર
એન્ટી એજિંગ વાયલ્સ તપાસમાં જાણવા મળ્યું કે, છેલ્લા 7-8 વર્ષોથી એન્ટી એજિંગ એટલે કે, યુવાન દેખાવવા માટે સારવાર કરી રહી હતી. પોલિસને તેના ઘરેથી જે એન્ટી એન્જિંગ વાયલ્સ દવાઓ મળી છે. તે દવા સ્કિન ગ્લો માટે લેવામાં આવતી હતી.
વિટામિન ઈન્જેક્શન શેફાલી જે વિટામિન ઈન્જેક્શન લેતી હતી. તેનું કામ શરીરમાં વિટામિનની ઉણપને દુર કરવાનું હતુ. જ્યારે આહારમાંથી વિટામિનની ઉણપ પૂર્ણ ન થાય તો ડોક્ટર આ વિટામિન ઈન્જેક્શન આપે છે.
ગેસ્ટ્રિક દવાઓ- તે ગેસ્ટ્રિક દવાઓ પણ લઈ રહી હતી, જે પાચનતંત્રને લગતી સમસ્યાઓ અને પેટમાં ગેસને કારણે થતી સમસ્યાઓની સારવાર માટે લેવામાં આવે છે. શેફાલીનું પોસ્ટમોર્ટમ 28 જૂનના રોજ કૂપર હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું. હાલમાં રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, શેફાલીના ઘરે કામ કરતી મહિલાએ પોતાના નિવેદનમાં દાવો કર્યો હતો કે, 27 જૂને સત્યનારાયણ પૂજા પછી, શેફાલીએ ફ્રિજમાં રહેલા ભાત ગરમ કરીને ખાધા અને ત્યારબાદએન્ટી એજિંગ ઇન્જેક્શન લીધું હતુ.
