Adani has increased the price of CNG

Adani reduce cng price: અદાણીએ CNG ના ભાવમાં ઘટાડો કર્યો, રિક્ષા ચાલકો અને ખાનગી વાહનચાલકોને મળશે રાહત

Adani reduce cng price: ભાવ ઘટાડાથી અદાણી CNG નો પ્રતિ કિલોનો ભાવ 83.90 રૂપિયા થયો, આજથી ભાવ લાગુ

બિઝનેસ ડેસ્ક, 18 ઓગષ્ટઃ Adani reduce cng price: અદાણીએ CNG ના ભાવમાં 3.48 રૂપિયાનો ઘટાડો કર્યો છે. પ્રતિ કિલોએ CNG ના ભાવમાં 3.48 રૂપિયાનો ઘટાડો કરાયો છે. આ ભાવ ઘટાડાથી અદાણી CNG નો પ્રતિ કિલોનો ભાવ 83.90 રૂપિયા થયો છે.

મહત્વનું છે કે, છેલ્લા કેટલાક સમયથી અદાણી CNGનો ભાવ સતત વધી રહ્યો હતો. સતત ભાવ વધારા બાદ હવે CNGના પ્રતિ કિલોના ભાવમાં 3.48 રૂપિયાનો ઘટાડો થયો છે. જેથી વાહનચાલકોના ખિસ્સાને રાહત મળશે. નવો ભાવ આજથી લાગુ થશે. 

આ પણ વાંચોઃ Man killed minor girl in kheda: ખેડા જિલ્લામાં ગ્રીષ્મા વેંકરિયા જેવો હત્યાકાંડ સર્જાયો, સગીરાનું જાહેરમાં ગળું કપાયું

દેશમાં સતત વધી રહેલી મોંઘવારીએ જનતાની કમરતોડી નાખી છે. પેટ્રોલ-ડીઝલ, સીએનસી, રસોઈ ગેસ, શાકભાજી, દૂધ સહિત ખાવા-પીવાની વસ્તુના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. મોંઘવારીથી જનતા ત્રસ્ત છે. જીવન જરૂરિયાતની દરેક વસ્તુઓના ભાવ પણ આસમાને પહોંચી ગયા છે. ત્યારે હવે અદાણીએ ગેસના ભાવમાં ઘટાડો થતા જનતાને થોડી રાહત થશે. વાહન ચાલકોને આ ભાવ ઘટાડાથી મોટી રાહત થશે. તેમને કરવા પડતા ખર્ચમાં 20 થી 30 ટકા સુધીનો ઘટાડો થઈ જશે. 

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં 2 ઓગસ્ટના રોજ અદાણી દ્વારા સીએનજી ગેસના ભાવમાં વધારો કરાયો હતો. તેના બાદ આજે 18 ઓગસ્ટ ભાવ ઘટાડાયો છે. 

આ પણ વાંચોઃ Credit Subvention Scheme: મોદી સરકારે કિસાનો માટે ક્રેડિટ સબવેન્શન સ્કીમની કરી જાહેરાત, સમયથી લોન ચુકાવવા પર વ્યાજમાં 1.5 ટકાની મળશે છૂટ

Gujarati banner 01