Janmashtami and Ramananda Swami Jayanti will be celebrated: કુમકુમ મંદિર ખાતે જન્માષ્ટમી અને રામાનંદસ્વામીની જયંતી ઉજવાશે

  • શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મ તા. ર૧ – ૭ – ઈ.સ. ૩રર૮ ના થયો હતો.
  • ૧રપ વર્ષ ૭ માસ, ૭ દિવસ આ પૃથ્વી ઉપર મનુષ્યરૂપે રહ્યાં હતા.

અમદાવાદ, 18 ઓગષ્ટઃ Janmashtami and Ramananda Swami Jayanti will be celebrated: ૧૯ ઓગષ્ટના રોજ સદ્ગુરૂ આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગર – અમદાવાદ ખાતે જન્માષ્ટમીએ શ્રી સ્વામિનારાયણ ભગવાનના ગુરૂ જે રામાનંદ સ્વામી તેમની ર૮૩મી પ્રાગટ્ય જયંતીની ઉજવણી કરવામાં આવશે.

સાધુ પ્રેમવત્સલદાસજીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, આ પ્રસંગે રાત્રે ૯ – ૩૦ થી ૧ર – ૦૦ વિવિધ કાર્યક્રમો યોજાશે.આ પ્રસંગે હરિકૃષ્ણસ્વરૂપદાસજી શ્રાવણમાસ અંતર્ગત કથામૃતનું પાન કરાવશે. ત્યારબાદ ભજન – કીર્તન – ઔચ્છવ કરીને તેની ઉજવણી કરવામાં આવશે. રાત્રે – ૧ર – ૦૦ વાગે હરિકૃષ્ણ મહારાજને સુશોભિત પારણિયામાં ઝુલાવવામાં આવશે અને આરતી ઉતારીને અંતમાં પંચાજરીનો પ્રસાદ વ્હેંચવામાં આવશે.

શ્રી સહજાનંદ સ્વામી એટલે કે, શ્રી સ્વામિનારાયણ ભગવાનના દીક્ષા ગુરુ રામાનંદસ્વામીની પ્રાગટ્ય જયંતી શ્રાવણ વદ – આઠમના રોજ હોવાથી સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરોમાં જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવે છે.

આ પણ વાંચોઃ Adani reduce cng price: અદાણીએ CNG ના ભાવમાં ઘટાડો કર્યો, રિક્ષા ચાલકો અને ખાનગી વાહનચાલકોને મળશે રાહત

કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જન્માષ્ટમી અંગે અને શ્રી કૃષ્ણ ભગવાન અંગે આંકડાકીય માહિત આપતા જણાવ્યું હતું કે, વારણસી ખાતેની વૈદિક શોધ સંસ્થાનમ્‌ દ્વારા બહાર પાડેલી ગણતરી પ્રમાણે શ્રી કૃષ્ણ ભગવાનનું પ્રાગટ્ય દ્વાપરયુગમાં ઈ.સ. ૩રર૮ ની તા. ૧૯ જુલાઈ ના રોજ રાત્રે બાર વાગે થયું હતું તેમ માનવામાં આવે છે. મહાભારતના યુદ્ધ વખતે તેમની ઉંમર ૮૯ વર્ષ , ર માસ , ૭ દિવસની હતી.તેઓ ૧રપ વર્ષ ૭ માસ, ૭ દિવસ આ પૃથ્વી ઉપર મનુષ્યરૂપે રહ્યા હતા. તેમનો અગ્નિ સંસ્કાર વિધી અર્જુને કર્યો હતો તેમ માનવામાં આવે છે.

કૃષ્ણના જીવનમાંથી યુવાનોને સંદેશ

આજના યુવાનોએ આજના સમયને ધ્યાનમાં રાખીને શ્રી કૃષ્ણ ભગવાનના જીવનમાંથી શું સંદેશો – પ્રેરણા લેવી જોઈએ તે અંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે,જેમ શ્રી કૃષ્ણે દ્રૌપદીની લાજ રાખી હતી અને તેને વસ્ત્રો પૂર્યા હતા. તેમ આજના યુવાનોએ બહેન – દિકરીની મશ્કરી થતી હોય,તેમની સલામતિ જોખમમાં હોય ત્યારે તેમની રક્ષા કરવી જોઈએ. અને ક્યારેય બહેન દિકરીઓ ઉપર કૃદ્રષ્ટી ના કરવી જોઈએ.

આ પણ વાંચોઃ Man killed minor girl in kheda: ખેડા જિલ્લામાં ગ્રીષ્મા વેંકરિયા જેવો હત્યાકાંડ સર્જાયો, સગીરાનું જાહેરમાં ગળું કપાયું

Gujarati banner 01