Assistance for indigenous cow based natural farming

Credit Subvention Scheme: મોદી સરકારે કિસાનો માટે ક્રેડિટ સબવેન્શન સ્કીમની કરી જાહેરાત, સમયથી લોન ચુકાવવા પર વ્યાજમાં 1.5 ટકાની મળશે છૂટ

Credit Subvention Scheme: કિસાનોએ ત્રણ લાખ રૂપિયા સુધીની લોન શોર્ટ ટર્મ માટે લીધી છે, તેને વ્યાજમાં 1.5 ટકાની છૂટ મળશે.

નવી દિલ્હી, 18 ઓગષ્ટઃ Credit Subvention Scheme: કેન્દ્ર સરકારે કિસાનો માટે મોટી જાહેરાત કરી છે. કેબિનેટે ઓછા સમયગાળાની લોન સમયસર ચુકવનાર કિસાનો માટે ઇન્ટરેસ્ટ સબવેન્શન સ્કીમ ને યથાવત રાખી છે. તેવામાં જે કિસાનોએ ત્રણ લાખ રૂપિયા સુધીની લોન શોર્ટ ટર્મ માટે લીધી છે, તેને વ્યાજમાં 1.5 ટકાની છૂટ મળશે. 

તે માટે સરકારે બજેટમાં 34846 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે. ઇન્ટરેસ્ટ સબવેન્શન, એટલે કે લોનનું વ્યાજ ચુકાવવા પર કિસાનોને દોઢ ટકાની છૂટ મળશે, તેની ભરપાઈ માટે સરકાર આ ચુકવણી સીધી લોન આપનારી બેન્ક અને સહકારી સંસ્થાઓને કરશે. 

આ પણ વાંચોઃ Rising water level in Sabarmati: સંત સરોવર પાસે સાબરમતીમાં પાણીની સપાટી વધવાની સંભાવના, સવારે ૭.૩૦ વાગ્યા પછી ૬૬,૦૦૦ ક્યુસેક્સ પાણી વહેશે

શું છે સબવેન્શન સ્કીમ
સરકાર તરફથી સહકારી સમિતિઓ અને બેન્કો દ્વારા કિસાનોને ઓછા વ્યાજ પર શોર્ટ અને લોન્ગ ટર્મ માટે લોન આપવામાં આવે છે. આ લોનને ઘણા કિસાન સમય પર ચુકવી દે છે અને જ્યારે ઘણા કિસાન કોઈ કારણોસર લોન ચુકવી શકતા નથી. તેવામાં જે કિસાન સમય પર લોન ચુકવી આપે છે, તેવા કિસાનો માટે વ્યાજ અનુદાન યોજના અનુદાન એટલે કે ઇન્ટરેસ્ટ સબવેન્શન સ્કીમનો ફાયદો મળશે. 

ઉલ્લેખનીય છે કે, હાલ સરકાર કિસાન ક્રેડિટ કાર્ડ હેઠળ ઓછા વ્યાજે લોન આપે છે. જે કિસાનોની પાસે ક્રેડિટ કાર્ડ નથી તે પોતાના ક્ષેત્રમાં જઈને પોતાનું કિસાન ક્રેડિટ કાર્ડ બનાવી શકે છે. જો કોઈ કિસાન, કિસાન ક્રેડિટ કાર્ટ દ્વારા લોન લે છે તો તેને 4 ટકાના વ્યાજ દર પર ત્રણ લાખ રૂપિયા સુધીની લોન મળી જાય છે. એટલું જ નહીં કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા પીએમ કિસાન સન્માન નિધિનો પણ ફાયદો મળે છે. 

Advertisement

આ પણ વાંચો: 2 senior citizens of Congress joined BJP: કોંગ્રેસના બે સિનિયર સિટીજન ભાજપમાં જોડાયા, કહ્યું વિકાસની રાજનીતિના કારણે ભાજપમાં આવ્યા- વાંચો વિગત

Gujarati banner 01