Swiggy

Biryani orders during IPL: આ વખતે IPL વિનર બની ‘બિરયાની’, દર મિનિટે થયા આટલા ઓર્ડર

Biryani orders during IPL: લોકોએ વેજ બિરયાનીના 1 ઓર્ડર સામે નોન-વેજ બિરયાની માટે 20 ઓર્ડર આપ્યા હતા

બિજનેસ ડેસ્ક, 01 જૂનઃ Biryani orders during IPL: IPLની આ સિઝન સમાપ્ત થઈ ગઈ છે અને મહેન્દ્ર સિંહ ધોનીની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ પાંચમી વખત તેની ટ્રોફી જીતવામાં સફળ રહી છે. મહેન્દ્ર સિંહ ધોની અને ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે બિરયાની પણ IPL 2023 ના વિજેતા તરીકે ઉભરી આવી છે. આઈપીએલની તાજેતરની સિઝન દરમિયાન, લોકોએ બિરયાનીના રેકોર્ડ ઓર્ડર આપ્યા હતા.

સ્વિગીને મળ્યા ઘણા ઓર્ડર

ઓનલાઈન ફૂડ ઓર્ડરિંગ અને ડિલિવરી પ્લેટફોર્મ સ્વિગીએ IPL 2023 દરમિયાન આપવામાં આવેલા ઓર્ડર અંગે રસપ્રદ આંકડા શેર કર્યા છે. સ્વિગીએ સીરિઝમાં ટ્વિટ કરીને તેના વિશે માહિતી આપી છે. આંકડાઓ મુજબ, IPL 2023 દરમિયાન લોકોએ બિરયાનીથી લઈને કોન્ડોમ અને જલેબી-ફાફડાથી લઈને સૂપના બાઉલ સુધી બધું જ ઓર્ડર કર્યું હતું.

ઘણી પાછળ રહી વેજ બિરયાની

સ્વિગીના જણાવ્યા મુજબ, IPL સિઝન દરમિયાન બિરયાની સૌથી વધુ ઓર્ડર આપવામાં આવતી ખાદ્ય વસ્તુ રહી છે. સમગ્ર સિઝન દરમિયાન સ્વિગીને બિરયાનીના રેકોર્ડ 1.2 કરોડ ઓર્ડર મળ્યા હતા. આનો અર્થ એ થયો કે સમગ્ર સીઝન દરમિયાન લોકોએ દર મિનિટે સરેરાશ 212 બિરયાનીનો ઓર્ડર આપ્યો. આમાં નોન-વેજ બિરયાનીનો દબદબો હતો. લોકોએ વેજ બિરયાનીના 1 ઓર્ડર સામે નોન-વેજ બિરયાની માટે 20 ઓર્ડર આપ્યા હતા.

77 સેકેન્ડમાં થઈ સૌથી ઝડપી ડિલીવરી

સ્વિગીએ જણાવ્યું હતું કે, IPL 2023 દરમિયાન માત્ર તમામ ટીમો અને ઘણા ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું હતું, પરંતુ સ્વિગીના ડિલિવરી પાર્ટનર્સ પણ આ મામલે અજોડ સાબિત થયા હતા. સ્વિગીના ડિલિવરી પાર્ટનર્સે સિઝન દરમિયાન ડિલિવરી કરવા માટે 33 કરોડ કિલોમીટરનું અંતર કાપ્યું હતું. જેમાં સૌથી ઝડપી ડિલિવરી માત્ર 77 સેકન્ડમાં થઈ હતી અને આ રેકોર્ડ કોલકાતામાં બન્યો હતો.

આ પણ વાંચો… Benefits of ice cubes in face: શું તમે પણ ત્વચા પર આઇસ ક્યૂબનો કરો છો ઉપયોગ? જાણી લો આ જરૂરી વાત

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો