Sachin Tendulkar Bungalow poster

Wrestlers movement update: કુસ્તીબાજોના આંદોલનનો વિવાદ સચિનના ઘરે પહોંચ્યો, વાંચો વિગતે…

Wrestlers movement update: યુથ કોંગ્રેસે બુધવારે સચિન તેંડુલકરના બંગલા સામે પોસ્ટર લગાવ્યું હતું

ખેલ ડેસ્ક, 01 જૂનઃ Wrestlers movement update: ભારતના કુસ્તીબાજો રેસલિંગ એસોસિએશનના પ્રમુખ બ્રિજભૂષણ સિંહનો વિરોધ કરી રહ્યા છે. રેસલર્સે બ્રિજભૂષણ સિંહ પર યૌન ઉત્પીડનનો આરોપ લગાવ્યો છે. કુસ્તીબાજોએ બ્રિજભૂષણ સિંહની ધરપકડની માંગ સાથે દિલ્હીના જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કર્યું હતું, પરંતુ પોલીસે તેમને વિખેરવા બળનો ઉપયોગ કર્યો હતો.

28 મેના રોજ પોલીસે તમામ કુસ્તીબાજોના વિરોધનો અંત લાવ્યો હતો. આ પછી સાક્ષી મલિક, વિનેશ ફોગટ સહિતના કુસ્તીબાજોએ પોતાના મેડલ ગંગામાં ફેંકવાની ચેતવણી આપી હતી. આ માટે કુસ્તીબાજો હરિદ્વાર પણ ગયા હતા, પરંતુ ખેડૂત નેતા નરેશ ટિકૈતે અટકાવ્યા હતા.

કુસ્તીબાજોના આંદોલનનો વિવાદ સચિન તેંડુલકરના ઘર સુધી પહોંચી ગયો છે. પૂર્વ ભારતીય ક્રિકેટર અનિલ કુંબલેએ કુસ્તીબાજોના આંદોલનને સમાપ્ત કરવાની પદ્ધતિ પર ટ્વિટ કર્યું, પરંતુ સચિન તેંડુલકરે આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી ન હતી, તેથી કોંગ્રેસ તરફથી વિરોધ થયો હતો.

કોંગ્રેસ પાર્ટી એ બેનરમાં શું કહ્યું?

યુથ કોંગ્રેસે બુધવારે સચિન તેંડુલકરના બંગલા સામે પોસ્ટર લગાવ્યું હતું. કુસ્તીબાજોના આંદોલન મુદ્દે સચિન તેંડુલકર કેમ ચૂપ છે? આ સવાલ આ પોસ્ટર દ્વારા પૂછવામાં આવ્યો છે. સચિનના બંગલાની બહાર આ પોસ્ટર લગાવ્યા બાદ મુંબઈ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ હતી અને તરત જ પોસ્ટરને હટાવી દીધું હતું.

આ પણ વાંચો… Biryani orders during IPL: આ વખતે IPL વિનર બની ‘બિરયાની’, દર મિનિટે થયા આટલા ઓર્ડર

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો