Check bounce

Check bounce:ચેક બાઉન્સના વધી રહેલા કેસોને જોતા નાણા મંત્રાલયની ઉચ્ચ સ્તરીય બેઠક, નવા નિયમની તૈયારી- વાંચો વિગત

Check bounce: ચેક બાઉન્સના કેસમાં ખાતેદારના અન્ય ખાતામાંથી નાણા કાપી લેવા તથા આવા પ્રકારની ઘટનાઓમાં ખાતેદાર પર નવું ખાતુ ખોલવા પર રોક મુકવા જેવા પગલાં ભરવા વિચારણા

નવી દિલ્હી, 10 ઓક્ટોબરઃ Check bounce: ચેક બાઉન્સના વધી રહેલા કેસો પર નિયંત્રણ માટે કેન્દ્ર સરકાર નવા નિયમો લાગુ કરવાની તૈયારીમાં છે. નાણા મંત્રાલય ચેક બાઉન્સના કેસમાં ખાતેદારના અન્ય ખાતામાંથી નાણા કાપી લેવા તથા આવા પ્રકારની ઘટનાઓમાં ખાતેદાર પર નવું ખાતુ ખોલવા પર રોક મુકવા જેવા પગલાં ભરવા વિચારણા કરી રહ્યું છે.

ચેક બાઉન્સના વધી રહેલા કેસોને જોતા મંત્રાલયે હાલમાં જ એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ બેઠકમાં આ પ્રકારના સૂચનો રજૂ કરવામાં આવ્યા હતા. ચેક બાઉન્સના કેસોને કારણે કાયદાની વ્યવસ્થા પર અસહ્ય ભારણ વધ્યું છે. તેથી નવા સૂચનો સરકાર સમક્ષ રજૂ થયા છે. જે અનુસાર ચેક ઇસ્યુ કરનારાના ખાતામાં પૂરતા પૈસા ના હોય તો તેના અન્ય ખાતામાંથી રકમ કાપી લેવામાં આવે.

આ પણ વાંચોઃ Mulayam singh yadav passed away: સમાજવાદી પાર્ટીના સ્થાપક મુલાયમ સિંહ યાદવનું નિધન થયુ, છેલ્લા બે વર્ષથી હતા બીમાર

સૂત્રોએ જણાવ્યું હતું કે અન્ય સૂચનોમાં ચેક બાઉન્સના કેસને લોનના હપ્તા ચૂકી જવાના કેસ તરીકે લેવા તથા તેની જાણકારી ધિરાણ આપતી કંપનીઓને આપવા જેવા સૂચનો સામેલ છે. તેના દ્વારા જેનો ચેક બાઉન્સ થયો હોય તેનો સ્કોર ઓછો કરી શકાય. મંત્રાલયે જણાવ્યું હતું કે આ સૂચનોનો સ્વીકાર કરતા પહેલા કાયદાકીય પરામર્શ કરવામાં આવશે.

સરકારનો આશય કોર્ટમાં ચેક બાઉન્સના કેસો ઘટાડવાનો છે. સાથે જ ખાતામાં પૈસા ન હોવા છતાં ચેક ઇસ્યુ કરવાની માનસિકતા પર અંકુશ મેળવવાનો છે. ઉલ્લેખનીય છે કે હાલમાં જ ઉદ્યોગોના સંગઠન પીએચડી ચેમ્બર ઑફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીએ હાલમાં જ નાણામંત્રાલયને અપીલ કરી હતી કે ચેક બાઉન્સની ઘટનામાં ચેક ઇસ્યુ કરનાર પર બેન્કમાંથી નાણા ઉપાડવા પર થોડા દિવસ માટે રોક મૂકી દેવો જોઈએ.

આ પણ વાંચોઃ Never do these things while sleeping time: ઘરમાં સુખ શાંતિ જાળવી રાખવા સૂતી વખતે કરો આ કામ- વાંચો આ વાસ્તુ ટિપ્સ

Gujarati banner 01