rainy day

Unseasonal rain: રાજ્યભરમાં કમોસમી વરસાદ, ખેડૂતોના ઉભા પાકને નુકસાનની ભીતિ- વાંચો વિગત

Unseasonal rain: વલભીપુરમાં એકાદ કલાકમાં બે ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો જ્યારે ઉમરાળામાં એક ઇંચ વરસાદ નોંધાયો

અમદાવાદ, 10 ઓક્ટોબરઃ Unseasonal rain: નવરાત્રી બાદ સામાન્ય ઠંડકની શરુઆત થતી હોય છે પરંતુ આ વર્ષે તો જાણો ચોમાસુ શરુ થયુ હોય તેવો માહોલ છે. હવામાન વિભાગની આગાહી અનુસાર ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. જેનાથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે અને પાકને ભારે નુકશાન થયુ છે.

ભાવનગર શહેરમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી સતત વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. ત્યારે આજરોજ ભાવનગર જિલ્લાના વલભીપુર અને ઉમરાળા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેમાં વલભીપુરમાં એકાદ કલાકમાં બે ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો જ્યારે ઉમરાળામાં એક ઇંચ વરસાદ નોંધાયો હતો.

આ પણ વાંચોઃ Check bounce:ચેક બાઉન્સના વધી રહેલા કેસોને જોતા નાણા મંત્રાલયની ઉચ્ચ સ્તરીય બેઠક, નવા નિયમની તૈયારી- વાંચો વિગત

છેલ્લા ત્રણ દિવસથી ભાવનગરમાં વરસાદ પડી રહ્યો છે. આસોમાસમાં પણ અષાઢી માહોલ જોવા મળી રહ્યો છે. કમોસમી વરસાદથી ખેડૂતોના ઉભા પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. ​​​​​​​વલ્લભીપુર અને ઉમરાળા પંથકના ગામોમાં બપોર બાદ કાળા ડિબાગ વાદળાઓ વચ્ચે વાતાવરણમાં અચાનક પલટો આવતા વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. જેથી ખેડૂતોમાં ખૂબ ચિંતા વ્યાપી ગઈ છે.

કપાસ માટેની લાણીનો સમય હોય ત્યારે જ કમોસમી વરસાદ થતા પાકમાં નુકસાનની ભીતિ જોવા મળી રહી છે. તલ, બાજરી, ચણા, જીરુ, કપાસ, મગફળી જેવા અનેક પાકોને ખૂબ નુકસાન થવાની શક્યતા જોવા મળી રહી છે. આ કમોસમી વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે.

આ પણ વાંચોઃ Mulayam singh yadav passed away: સમાજવાદી પાર્ટીના સ્થાપક મુલાયમ સિંહ યાદવનું નિધન થયુ, છેલ્લા બે વર્ષથી હતા બીમાર

Gujarati banner 01