Mulayam singh yadav passed away

Mulayam singh yadav passed away: સમાજવાદી પાર્ટીના સ્થાપક મુલાયમ સિંહ યાદવનું નિધન થયુ, છેલ્લા બે વર્ષથી હતા બીમાર

Mulayam singh yadav passed away: મુલાયમ સિંહને યુરીનમાં ઈન્ફેક્શનની સાથે બ્લડ પ્રેશરની સમસ્યા પણ વધી ગઈ હતી

નવી દિલ્હી, 10 ઓક્ટોબરઃ Mulayam singh yadav passed away: સમાજવાદી પાર્ટીના સુપ્રીમો મુલાયમ સિંહ યાદવનું નિધન થયું છે. 82 વર્ષના મુલાયમ સિંહ યુરિન ઈન્ફેક્શનના કારણએ 26 સપ્ટેમ્બરથી ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં દાખલ હતા. 2 ઓક્ટોબરે ઓક્સિજન લેવલ ઘટના તેમને ICUમાં દાખલ કરવામાં આવ્યા હતા.

મેદાન્તાના પીઆરઓએ જણાવ્યું હતું કે મુલાયમ સિંહને યુરીનમાં ઈન્ફેક્શનની સાથે બ્લડ પ્રેશરની સમસ્યા પણ વધી ગઈ હતી. સ્થિતિમાં સુધારો ન થતાં ડોક્ટરોએ તેમને વેન્ટિલેટર પર ખસેડ્યા હતા.

આ પણ વાંચોઃ Never do these things while sleeping time: ઘરમાં સુખ શાંતિ જાળવી રાખવા સૂતી વખતે કરો આ કામ- વાંચો આ વાસ્તુ ટિપ્સ

ઉલ્લેખનીય છે કે, 26 સપ્ટેમ્બર 2022 ના રોજ, મુલાયમ સિંહ યાદવ છેલ્લે તપાસ માટે મેદાંતા ગુરુગ્રામ પહોંચ્યા હતા. ત્યારથી તે છેક સુધી ત્યાં દાખલ હતા. 5 સપ્ટેમ્બર 2022ના રોજ પણ મુલાયમ સિંહને મેદાન્તામાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર બાદ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. 13 ઓગસ્ટ 2022ના રોજ પણ મુલાયમ સિંહ યાદવને મેદાન્તામાં દાખલ કરવામાં આવ્યા હતા.

24 જૂન 2022ના રોજ, મુલાયમ સિંહ યાદવ નિયમિત ચેકઅપ માટે મેદાંતા ગયા હતા. તેમની તબિયત બગડતાં તેમને 2 દિવસ માટે દાખલ કરવામાં આવ્યા હતા. 15 જૂન 2022ના રોજ પણ મુલાયમને મેદાન્તામાં દાખલ કરવામાં આવ્યા હતા. તપાસ બાદ તે જ દિવસે તેને રજા આપવામાં આવી હતી. 1 જુલાઈ, 2021 ના ​​રોજ, જ્યારે મુલાયમ સિંહ યાદવની તબિયત બગડતી હતી, ત્યારે તેમને મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઑક્ટોબર 2020માં મુલાયમ પણ કોરોના પોઝિટિવ આવ્યા હતા, જો કે તેમને વેક્સિન મુકાવી હતી. પેટમાં દુખાવાને કારણે ઓગસ્ટ 2020માં મેદાન્તામાં દાખલ કરવામાં આવ્યા હતા. ટેસ્ટમાં યુરિન ઈન્ફેક્શન જણાયું હતું.

આ પણ વાંચોઃ PM modi Modhera visit: PM મોદીએ મોઢેશ્વરી માતાના દર્શન અને પૂજા કરી, ત્યાર બાદ સૂર્ય મંદિરમાં લાઈટ એન્ડ સાઉન્ડ શોને ખૂલ્લો મૂક્યો

Gujarati banner 01