Petrol Diesel Price In Gujarat

Fuel Tax: નાણામંત્રી નિર્મલા સીતારમણે ફ્યૂલ પર મોટું નિવેદન, જાણો પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ વિશે શું કહ્યું?

Fuel Tax: આંતરરાષ્ટ્રીય કિંમતોને ધ્યાનમાં રાખતાં સરકાર દ્વારા ટેક્સની સમીક્ષા દર પંદર દિવસે કરવામાં આવશે

બિઝનેસ ડેસ્ક, 21 સપ્ટેમ્બરઃ Fuel Tax: નાણામંત્રી નિર્મલા સીતારમણે ફ્યૂલ પર મોટું નિવેદન આપ્યું છે. નાણામંત્રીનું કહેવું છે કે સરકાર હવે દર 15 દિવસે ક્રૂડ ઓઇલ, ડીઝલ-પેટ્રોલ અને વિમાન ઇંધણ (ATF) પર લગાવવામાં આવેલા ટેક્સની સમીક્ષા કરશે. જોકે આંતરરાષ્ટ્રીય કિંમતોને ધ્યાનમાં રાખતાં સરકાર દ્વારા ટેક્સની સમીક્ષા દર પંદર દિવસે કરવામાં આવશે. 

આ પણ વાંચોઃ Final Gujarat assembly session: આજે ગુજરાત વિધાનસભાનું બે દિવસીય સત્ર શરૂ, આ બિલ થશે રજૂ

નાણામંત્રી સીતારમણે કહ્યું કે આ એક મુશ્કેલ સમય છે અને વૈશ્વિક સ્તર પર ઓઇલના ભાવ બેલગામ થઇ ચૂક્યા છે. તેમણે કહ્યું કે ‘અમે નિર્યાતને હતોત્સાહિત કરવા માંગતા નથી પરંતુ ઘરેલૂ સ્તર પર તેની ઉપલબ્ધતા વધારવા માંગીએ છીએ. જો ઓઇલ ઉપલબ્ધ નહી થાય અને નિર્યાત અપ્રત્યાશિત લાભ સાથે રહેશે તો તેમાં ઓછામાં ઓછો ભાગ પોતાના નાગરિકો માટે પણ રાખવો જરૂરી રહેશે.

Advertisement

શુક્રવારે જ પેટ્રોલ, ડીઝલ અને વિમાન ઇંધણના નિર્યાત પર ટેક્સ લગાવવાની જાહેરાત કરી હતી. તમને જણાવી દઇએ કે પેટ્રોલ અને એટીએફના નિર્યાત પર છ રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલના નિર્યાત પર 13 રૂપિયા પ્રતિ લીટરના દરથી ટેક્સ લગાવવામાં આવશે. તમને જણાવી દઇએ કે આ નવો નિયમ એક જુલાઇથી લાગૂ થઇ ગયો છે.

આ પણ વાંચોઃ IND vs AUS 1st T20I Match: ઓસ્ટ્રેલિયાએ ભારતને 4 વિકેટે હરાવ્યુ, હાર્દિક પંડ્યાની T20 કારકિર્દીની બીજી અડધી સદી

Gujarati banner 01

Advertisement