accident 1

Delhi road accident: ગત રાતે એક ઝડપી આવી રહેલી ટ્રકે રોડ પર સૂતેલા પાંચ લોકોને કચડી નાંખ્યા, 4 લોકોનું મોત નિપજ્યુ

Delhi road accident: 4 લોકોના મોત અને બે વ્યક્તિની તબિયત ગંભીર

નવી દિલ્હી, 21 સપ્ટેમ્બરઃ Delhi road accident: દિલ્હીના સીમાપુરી વિસ્તારમાં ગત રાતે એક ઝડપી આવી રહેલી ટ્રકે રોડ પર સૂતેલા પાંચ લોકોને કચડી નાંખ્યા હતા. આ પૈકીના 4 લોકોના મૃત્યુ થયા છે. જ્યારે બે વ્યક્તિની તબિયત ગંભીર હોવાનું કહેવાઈ રહ્યું છે. તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર ઝડપી આવી રહેલ એક ટ્રકે રોડ પર સૂઈ રહેલા લોકોને કચડી નાંખ્યા હતા. આ પૈકીના ચાર લોકોનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે બેની હાલ સારવાર ચાલી રહી છે. ઘટનાની માહિતી મળતા જ પોલીસ દુર્ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતકોના શબને કબજે લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા હતા. અકસ્માત પછી ડ્રાઈવર ઘટના સ્થળેથી ભાગી ગયો હતો. પોલીસની ટીમ હાલ મામલાની તપાસ કરી રહી છે. આ ઘટના રાતે 2 વાગ્યાની છે.

આ પણ વાંચોઃ Fuel Tax: નાણામંત્રી નિર્મલા સીતારમણે ફ્યૂલ પર મોટું નિવેદન, જાણો પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ વિશે શું કહ્યું?

આ પણ વાંચોઃ Final Gujarat assembly session: આજે ગુજરાત વિધાનસભાનું બે દિવસીય સત્ર શરૂ, આ બિલ થશે રજૂ

Gujarati banner 01
દેશ કી અવાજના તમામ સમાચાર ફેસબુક પર મેળવવા માટે લાઈક કરો.