Gold ornaments

Gold and silver prices: ધનતેરસ પહેલા સોના-ચાંદીના ભાવમાં ઘટાડો,જાણો તમારા શહેરમાં શું છે કિંમત?

Gold and silver prices: આજે સવારે 10.30 વાગ્યે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનું 0.21 ટકા ઘટીને 50,307 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 0.19 ટકા તૂટીને 56,245 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું છે

બિઝનેસ ડેસ્ક, 19 ઓગષ્ટઃ Gold and silver prices: દિવાળી અને ધનતેરસને હવે ગણતરીના દિવસો બાકી છે, જો તમે પણ સોનું અને ચાંદીખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે સારા સમાચાર છે. છેલ્લા ઘણા દિવસોથી સોનાની સાથે ચાંદીના ભાવમાં પણ સતત વધઘટ ઘટાડો જોવા મળી રહ્યો છે. દિવાળીના તહેવારો આવી ગયા છે અને સાથે સોનું(Gold) પણ ઘટીને 50 હજાર આસપાસ આવી ગયું છે. તો બીજી તરફ ચાંદી(Silver)ના ભાવમાં પણ ફરી 56 હજાર આસપાસ આવી ગયા છે. 

આજે સવારે 10.30 વાગ્યે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનું 0.21 ટકા ઘટીને 50,307 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 0.19 ટકા તૂટીને 56,245 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું છે. વૈશ્વિક દબાણને પગલે સોનાનો ચળકાટ ફિક્કો પડ્યો છે.  આથી જો તમારે સોનાની ખરીદી કરવી હોય તો અત્યારે પણ તમારા માટે સારો મોકો છે.

મહત્વનું છે કે ઓગસ્ટ 2020 દરમિયાન સોનાની કિંમત એમસીએક્સ(MCX) પર પ્રતિ 10 ગ્રામ 57,191 રૂપિયા સુધી પહોંચી હતી.

આ પણ વાંચોઃ Four diesel thieves arrested: અમદાવાદ મંડળ રેલ સુરક્ષા બળ દ્વારા ચાર ડીઝલ ચોરોની ધરપકડ

દેશના મુખ્ય શહેરોમાં સોના(Gold)ના ભાવ અને ચાંદી(Silver)ના ભાવ

  • દિલ્હી(Delhi) – 22ct સોનું: રૂ. 46,700, 24ct સોનું: રૂ. 50,950, ચાંદીની કિંમત: રૂ. 56,400 છે
  • મુંબઈ(Mumbai)– 22ct સોનું: રૂ. 46,550, 24ct સોનું: રૂ. 50,780, ચાંદીના ભાવ: રૂ. 56,400 છે
  • નાગપુર– 22ct સોનું: રૂ. 46,580, 24ct સોનું: રૂ. 50,700, ચાંદીની કિંમત: રૂ. 56,400 છે
  • પુણે(Pune)– 22ct સોનું: રૂ. 46,580, 24ct સોનું: રૂ. 50,700, ચાંદીની કિંમત: રૂ. 56,400 છે
  • અમદાવાદ(Ahemdabad)– 22ct સોનું: રૂ. 46,600, 24ct સોનું: રૂ. 50,840, ચાંદીના ભાવ: રૂ. 56,400 છે
  • સુરત(Surat)– 22ct સોનું: રૂ. 46,600, 24ct સોનું: રૂ. 50,840, ચાંદીના ભાવ: રૂ. 56,400 છે
  • કોલકાતા(Kolkata)– 22ct સોનું: રૂ. 46,550, 24ct સોનું: રૂ. 50,780, ચાંદીના ભાવ: રૂ. 56,400 છે
  • ચેન્નાઈ(Chennai)– 22ct સોનું: રૂ. 47,000, 24ct સોનું: રૂ. 51,270, ચાંદીના ભાવ: રૂ. 61,500 છે
  • બેંગ્લોર(Bangalore)– 22ct સોનું: રૂ. 46,600, 24ct સોનું: રૂ. 50,840, ચાંદીના ભાવ: રૂ. 61,500 છે

આ પણ વાંચોઃ Flawless skin in festive season: તહેવારોની સિઝનમાં હંમેશા ચમકદાર દેખાવા માટે અજમાવી જુઓ આ સ્કિન કેર ટિપ્સ

Gujarati banner 01