Kharge wins Congress President election

Kharge wins Congress President election: કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી જીત્યા મલ્લિકાર્જૂન ખડગે, 8 ગણા વધુ મતથી જીત પ્રાપ્ત કરી

Kharge wins Congress President election: કોંગ્રેસને 24 વર્ષ બાદ ગાંધી પરિવાર બહારના અધ્યક્ષ મળ્યા

નવી દિલ્હી, 19 ઓક્ટોબરઃKharge wins Congress President election: કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી મલ્લિકાર્જૂન ખડગે જીત્યા છે. કોંગ્રેસને 24 વર્ષ બાદ ગાંધી પરિવાર બહારના અધ્યક્ષ મળ્યા છે. ખડગેને 7,897 મત મળ્યા હતા જ્યારે શશી થરૂરને 1,072 મત મળ્યા હતા. ખડગેએ 8 ગણા વધુ મતથી જીત પ્રાપ્ત કરી છે. 9500 જેટલા સભ્યોએ મતદાન કર્યા પછી આજે કોંગ્રેસના પ્રમુખ માટેની મતગણતરી હાથ ધરવામાં આવી હતી.

63a52ac6 9781 4687 b491 8a9e192cb6ae

મત ગણતરી 10:00 વાગ્યાથી શરૂ થઈ ગઈ હતી. એંસી વર્ષીય મલ્લિકાર્જુન ખર્ગે જીતે કે 66 વર્ષીય શશી થરૂર એક ચીજ નક્કી છે કે દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસના છેલ્લા 24 વર્ષમાં પ્રથમ વખત નેહરુ કે ગાંધી કુટુંબની બહારની વ્યક્તિ પ્રમુખ તરીકે મળ્યા છે.

કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીનું પરિણામ આવવામાં હજુ થોડો સમય બાકી છે પરંતુ તે પહેલા જ કોંગ્રેસના સમર્થકોએ કાર્યાલયની બહાર મલ્લિકાર્જુન ખડગેના પોસ્ટર લગાવવાનું શરૂ કરી દીધું હતું.

આ પણ વાંચોઃ Gold and silver prices: ધનતેરસ પહેલા સોના-ચાંદીના ભાવમાં ઘટાડો,જાણો તમારા શહેરમાં શું છે કિંમત?

આ પણ વાંચોઃ Four diesel thieves arrested: અમદાવાદ મંડળ રેલ સુરક્ષા બળ દ્વારા ચાર ડીઝલ ચોરોની ધરપકડ

Gujarati banner 01