Gold

Gold latest price: ‘ગોલ્ડ લેવું હવે માત્ર સપનું’ જાણો લેટેસ્ટ રેટ…

Gold latest price: સોનાના ભાવમાં નોંધપાત્ર વધારો થયો અને પ્રતિ તોલા 60 હજાર રૂપિયાનો રેકોર્ડ ભાવ નોંધાયો

બિજનેસ ડેસ્ક, 20 માર્ચ: Gold latest price: બજેટ બાદ સોનાના ભાવમાં નોંધપાત્ર વધારો થયો અને પ્રતિ તોલા 60 હજાર રૂપિયાનો રેકોર્ડ ભાવ નોંધાયો. પરંતુ તે પછી એક મહિનામાં સોનાની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો હતો. જોકે આ અઠવાડિયે ફરી એકવાર સોનાની કિંમતમાં વધારો જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં સોનાની કિંમતમાં 1000 રૂપિયાનો વધારો થયો છે. પરિણામે, જલગાંવની સુવર્ણનગરીમાં આજે (18 માર્ચ) સોનાનો ભાવ 59 હજાર 300 રૂપિયા પર પહોંચી ગયો છે.

ઇતિહાસમાં સૌથી વધુ દર

જલગાંવમાં ગઈકાલે (17 માર્ચ) સવારે સોનાનો ભાવ જીએસટી વગર 58 હજાર 300 રૂપિયા હતો. પરંતુ આજે આ જ દર જીએસટી સહિત 59 હજાર 300 રૂપિયા અને 61 હજાર 080 રૂપિયાના રેકોર્ડ સ્તરે પહોંચી ગયો છે. સોનાના ઈતિહાસમાં આ સૌથી ઉંચો દર હોવાનું સોનાના વેપારીઓ કહી રહ્યા છે.

Advertisement

‘હવે નકલી દાગીના પહેરવા પડશે’

સોનાની કિંમત વધીને 61,000 થઈ ગઈ છે અને તે સામાન્ય ગ્રાહકોની પહોંચની બહાર છે, તેથી ગ્રહકોનું સોનાની ખરીદીનું બજેટ બગડ્યું છે. આ વધેલા ભાવમાં હવે ગ્રાહકોએ ઓછા પ્રમાણમાં સોનું ખરીદવું પડશે. સોનાની આ કિંમતો જોઈને એ ગ્રાહકે પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે જો તેણે સોના દાગીના પહેરવાની ઈચ્છા પૂરી કરવી હોય તો નકલી ઘરેણાં પહેરવા પડશે.

આ પણ વાંચો: Farmer camp held in ambaji: અંબાજી ખાતે ગૌ આધારિત પ્રાકૃતિક પરંપરાગત ખેતી અને પર્યાવરણ સંવર્ધન હેતુ ખેડૂત શિબિર યોજાઈ

Advertisement
Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો