Farmer camp in Ambaji

Farmer camp held in ambaji: અંબાજી ખાતે ગૌ આધારિત પ્રાકૃતિક પરંપરાગત ખેતી અને પર્યાવરણ સંવર્ધન હેતુ ખેડૂત શિબિર યોજાઈ

Farmer camp held in ambaji: આ ખેડૂત શિબિરમાં 500 જેટલા ખેડૂતો ઉપસ્થિત રહી ને પ્રાકૃતિક ખેતી વિશે માહિતી મેળવી હતી

રિપોર્ટ: ક્રિષ્ના ગુપ્તા

અંબાજી, 20 માર્ચ: Farmer camp held in ambaji: શિક્ષણ વિભાગ ગુજરાત રાજ્યના યુવક મહોત્સવ અને યુવા સંકલ્પ શ્રેષ્ઠ ભારતના પાંચ સંકલ્પ અંતર્ગત અંબાજી આર્ટસ કોલેજ અને શિવશંકર ચુનીલાલ ચેરીટેબલ ટ્રસ્ટના ઉપક્રમે યાત્રાધામ અંબાજી ખાતે ગૌ આધારિત પ્રાકૃતિક પરંપરાગત ખેતી અને પર્યાવરણ સંવર્ધન હેતુ લક્ષી બનાસકાંઠા જિલ્લા ત્રણ તાલુકાના ખેડૂતોની એક શિબિર અંબાજીના ગાયત્રી શક્તિપીઠ ખાતે યોજવામાં આવી હતી.

જેમાં પ્રાકૃતિક ખેતી અને ગૌ અમૃતમ વિશે તજજ્ઞો દ્વારા ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બનાસકાંઠાના પૂર્વ કલેકટર આર જે પટેલના માર્ગદર્શન હેઠળ આયોજિત આ ખેડૂત શિબિર માં 500 જેટલા ખેડૂતો ઉપસ્થિત રહી ને પ્રાકૃતિક ખેતી વિશે માહિતી મેળવી હતી.

આ કાર્યક્રમમાં પર્યાવરણ ને લઈ તૈયાર કરાયેલા આતરરાષ્ટ્રીય ઝીણું ધાન્ય વર્ષ ઉપક્રમે લખાયેલા પર્યાવરણ શરણમ ગચ્છામી પુસ્તક નું વિમોચન કરવામાં આવ્યું હતું અને હરતી ફરતી બીજ બેંક દ્વારા દુર્લભ પ્રજાતિ ના વૃક્ષો ના બીજનું વિનામૂલ્ય વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

આ શિબિર ને લઈ ખેડૂતોએ ગોબરના દેશી ખાતર તેમજ ગૌ મૂત્રના ઉપયોગ થી ખેતી કરવા જાણવામાં આવ્યું હતું જોકે રાસાયણિક ખાતરો થી ઉપજ વધુ થાય છે પણ સામે સ્વાસ્થ્ય માટે જોખમરૂપ થતા ઓર્ગેનીક ખેતી કરવા પર ભાર મુકવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં શિવશંકરભાઈ જોશી ચેરમેન શિવશકંર ચેરીટેબલ ટ્રસ્ટ ,હડાદ. શંકરભાઈ પટેલ (ગાયત્રી સક્તિપીઢ) પ્રુથવીબેન પટેલ શ્રી શ્રી રવિશંકર ટ્રસ્ટ ફોર એગ્રીકલ્ચર એન્ડ સાયન્સ ગુજરાત કો.ઓ, મહેન્દ્રભાઈ અગ્રવાલ ચેરમેન સ્ટાન્ડર્ડ એજ્યુકેશન ટ્રસ્ટ, ઉપસ્થીત રહ્યા હતા.

આ કાર્યક્રમમાં બંસી ગીર ગાય ગૌ શાળા અંમદાવાદના પ્રતીનીધી રાજુ ભાઈ દ્વારા ગૌ આધારીત પરંપરા ખેતી અને પર્યાવરણ સંવર્ધન વિશે જાણકારી આપવામાં આવી હતી આ કાર્યક્રમનુ સંચાલન અંબાજી આર્ટ્સ કોલેજના પ્રીન્સીપલ ડો. એસ એન પટેલ ના માર્ગદર્શન હેઠળ કોલેજ પરીવાર દ્વારા કરવામાં આવ્યુ હતુ

આ પણ વાંચો: Earthquake in Kutch: કચ્છમાં ફરી એકવાર અનુભવાયા ભૂકંપના આંચકાઓ, વાંચો…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો