State GST Department Raid

Increase in GST revenue: કેન્દ્ર સરકારની GSTની આવક 44 ટકા વધીને રૂ. 1.4 લાખ કરોડ થઈ

Increase in GST revenue: કેન્દ્રીય નાણાં મંત્રાલયની GSTની આવક અંગેની આંકડાકીય વિગતોના જણાવ્યાનુસાર, ગુજરાતની GSTની આવક એપ્રિલ, 2022માં રૂ. 11,820 કરોડની સરખામણીએ ઘટીને મે, 2022માં રૂ. 9,321 કરોડ થઈ

નવી દિલ્હી, 03 જૂનઃ Increase in GST revenue: કેન્દ્ર સરકારની GSTની આવક 44 ટકા વધીને રૂ. 1.4 લાખ કરોડ થઈ છે. મે મહિનામાં કેન્દ્રની GSTની આવકમાં વધારો નોંધાયો છે જ્યારે ગુજરાત સરકારની ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (SGST)ની આવકમાં મે મહિનામાં 21 ટકાનો ઘટાડો નોંધાયો છે.

ફુગાવો, નબળી ઔદ્યોગિક પ્રવૃત્તિને કારણે માંગ ઘટવાને કારણે GST કલેક્શનમાં ઘટાડો થયો હોવાનું નિષ્ણાંતોનું કહેવું છે. કેન્દ્રીય નાણાં મંત્રાલયની GSTની આવક અંગેની આંકડાકીય વિગતોના જણાવ્યાનુસાર, ગુજરાતની GSTની આવક એપ્રિલ, 2022માં રૂ. 11,820 કરોડની સરખામણીએ ઘટીને મે, 2022માં રૂ. 9,321 કરોડ થઈ છે.

જોકે, મે, 2022માં ગુજરાત સરકારની આવકમાં 46 ટકાનો વધારો નોંધાયો છે. કોરોનાનો રોગચાળો વકરવાને કારણે તેમજ ગ્રાહકો દ્વારા માંગમાં ઘટાડો થવાને કારણે મે, 2021માં ગુજરાત સરકારની આવકની સરખામણીએ મે. 2022માં રાજયની આવક 46 ટકા વધી છે.

Advertisement

આ પણ વાંચોઃ ગરૂડેશ્વર તાલુકાના કેવડીયા ઉપરાંત કેટલાંક વિસ્તારોને “NO DRONE ZONE” તરીકે જાહેર કરાયાં

કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને વેટ નાબૂદીને કારણે અપાતા વળતર પેટે રૂ. 86,912 કરોડની રકમ આપી છે. જે પૈકી ગુજરાતને વળતર પેટે રૂ. 3,362 કરોડની રકમ મળી છે.  

ગત વર્ષે મે મહિનામાં ગુજરાતની SGST અને ઈન્ટીગ્રેટેડ GST (IGST)ની આવકની સરખામણીએ મે, 2022માં થયેલી રેવન્યુમાં 17 ટકા ઘટાડો નોંધાયો છે. સ્ટેટ કોમર્શિયલ ટેક્સ ડીપાર્ટમેન્ટના જણાવ્યાનુસાર, GST મારફતે ગુજરાતની રેવન્યુ એપ્રિલ, 2022માં 5,055 કરોડની તુલનાએ મે, 2022માં રૂ. 4,218 કરોડ થઈ છે. આમ, એપ્રિલમાં ટેક્સની આવકની સરખામણીએ મે મહિનામાં ટેક્સની આવકમાં ઘટાડો નોંધાયો છે. ફુગાવાને કારણે માંગમાં થોડો ઘટાડો નોંધાયો હતો જ્યારે એકંદર ટેક્સ કલેક્શનની ગાડી પાટા પર છે.  

Advertisement

કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને વેટ નાબૂદીને કારણે અપાતા વળતર પેટે રૂ. 86,912 કરોડની રકમ આપી છે. જે પૈકી ગુજરાતને વળતર પેટે રૂ. 3,362 કરોડની રકમ મળી છે. GSTના અમલીકરણને પાંચ વર્ષ થઈ રહ્યા છે અને GSTના અમલને કારણે રાજ્યોને થતા નુકસાનની રકમ કેન્દ્ર સરકાર દ્વારા આ છેલ્લી વખત વળતર આપવામાં આવ્યું છે અને ભવિષ્યમાં આ પ્રકારે વળતરની રકમ બંધ થઈ જવાની શક્યતાને ધ્યાનમાં લેતાં રાજ્ય સરકારોએ કરચોરો સામે કડક પગલાં લેવા પડશે અને રેવન્યુ વધારવા માટેના સ્ત્રોત પણ વધારવા પડશે.(સોર્સઃ ન્યુઝ રીચ)

આ પણ વાંચોઃ 12th & 10th board result date: આવતી કાલે ધો.12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થશે, આ છે ધો. 10 બોર્ડના રિઝલ્ટની તારીખ- શિક્ષણમંત્રીએ આપી જાણકારી

Gujarati banner 01

Advertisement