NO DRONE ZONE

ગરૂડેશ્વર તાલુકાના કેવડીયા ઉપરાંત કેટલાંક વિસ્તારોને “NO DRONE ZONE” તરીકે જાહેર કરાયાં

NO DRONE ZONE: અપવાદરૂપ કિસ્સામાં પોલીસ વિભાગ, સુરક્ષાબળો અને પોલીસ વિભાગ તરફથી મળેલ પરવાનગીના સંશાધનોને આ જાહેરનામાંમાથી મુક્તિ આપવામાં આવી છે

ભરુચ, 03 જૂનઃ NO DRONE ZONE: નર્મદા જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એચ.કે.વ્યાસે તેમને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામાં ધ્વારા નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના કેવડીયા વિસ્તારના નર્મદા માતાજીની મૂર્તિ–ન્યુ ગોરા બ્રીજ મોખડી ડેમ સાઈટ–CHPH , RBPH તેમજ ડાઇક નં.૧ એરોડ્રામથી ડાઇક નં. ૪, ટેન્ટ સીટીથી ભુમલીયા ઝીરો પોઇન્ટથી નર્મદા માતાજીની મૂર્તિ સુધીના સમગ્ર વિસ્તારને “NO DRONE ZONE” તરીકે જાહેર કરાયેલ છે.

સદરહું વિસ્તારમાં રીમોટ કંન્ટ્રોલથી ચલાવવામાં આવતાં ડ્રોન (DRONE) ચલાવવાની, ઓપરેટ કરવાની મનાઇ ફરમાવતો હુકમ કર્યો છે. આ જાહેરનામાની અમલવારી તા. ૦૨ જૂન ૨૦૨૨ ના ૦૦.૦૦ કલાકથી તા. ૩૧ જુલાઈ ૨૦૨૨ ના ૨૪.૦૦ કલાક સુધી કરવાની રહેશે. અપવાદરૂપ કિસ્સામાં પોલીસ વિભાગ, સુરક્ષાબળો અને પોલીસ વિભાગ તરફથી મળેલ પરવાનગીના સંશાધનોને આ જાહેરનામાંમાથી મુક્તિ આપવામાં આવી છે.

આ જાહેરનામાંનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ–૧૮૮ ની જોગવાઈઓ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિઓ વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરવા માટે નર્મદા જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષક  થી પોલીસ સબ ઈન્સ્પેક્ટર સુધીનો હોદ્દો ધરાવનાર પોલીસ અધિકારીઓને અધિકૃત કરવામાં આવ્યાં છે.(સોર્સઃ ન્યુઝ રીચ)

આ પણ વાંચોઃ 12th & 10th board result date: આવતી કાલે ધો.12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થશે, આ છે ધો. 10 બોર્ડના રિઝલ્ટની તારીખ- શિક્ષણમંત્રીએ આપી જાણકારી

આ પણ વાંચોઃ Gifted golden crown to ambaji temple: ભક્તે અંબાજી મંદિરને રૂ. 5.52 લાખના મૂલ્યનો સોનાનો મુગટ ભેટમાં આપ્યો

Gujarati banner 01