GDP

indias economy: ભારતીય અર્થવ્યવસ્થાને લઇને વર્લ્ડ બેંકનું અનુમાન, કોરોના મહામારી બાદ આટલો રહેશે ભારતનો GDP

indias economy: કેન્દ્રીય બેંકના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે, ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં કુલ માંગ વધી છે. રેલવે પરિવહન, બંદરો પર માલ, સિમેન્ટ ઉત્પાદન, વીજળી માંગ, ઈ-વે બિલ, જીએસટી અને ટોલ કલેક્શનમાં જોવાય છે

બિઝનેસ ડેસ્ક, 09 ઓક્ટોબરઃ indias economy: આરબીઆઈએ વર્ષ-2021-22 માટે જીડીપીનું અનુમાન 9.5 ટકા ટકા યથાવત્ રાખ્યો છે. જો દુનિયામાં ઉત્પાદનમાં ખર્ચો, વૈશ્વિક નાણાકીય બજારમાં ચઢ-ઉતર અને કોરોના કેસમાં વધારો જેવા જોખમ બની શકે છે. કેન્દ્રીય બેંકના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે, ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં કુલ માંગ વધી છે. રેલવે પરિવહન, બંદરો પર માલ, સિમેન્ટ ઉત્પાદન, વીજળી માંગ, ઈ-વે બિલ, જીએસટી અને ટોલ કલેક્શનમાં જોવાય છે.

વર્લ્ડ બેંકના મુખ્ય અર્થશાસ્ત્રી હેંસ ટીમરે કહ્યું કે, ગત વર્ષે અર્થવ્યવસ્થામાં ઝડપી ઘટાડાને જોતા ખૂબ વધારો નથી લાગી રહ્યું. પરંતુ આની ઘાતક બીજી લહેર અને આરોગ્ય સંકટની ગંભીરતા જોતા આ વાસ્તવમાં ખૂબ પોઝિટિવ ખબર છે. હવે અમે પણ ભારતીય અર્થવ્યવસ્થાના સંભવિત પરિણામોને લઈ સકારાત્મક છે. વર્તમાન વર્ષમાં આપણે જેટલી પ્રગતિ કરી રહ્યા છીએ અનિશ્ચિતતા એટલી જ ઓછી છે. 31 માર્ચે વર્લ્ડ બેંકના એક રિપોર્ટ અનુસાર, 2020-22માં ભારતના જીડીપીની વાસ્તવિક વૃદ્ધિ દર 7.5થી 12.5 ટકાની વચ્ચે રહી શકે છે

આ પણ વાંચોઃ Forecast cyclone alert: ચક્રવાતી તોફાનનો ખતરો, ગુજરાતના આ વિસ્તારોને કરવામાં આવ્યા એલર્ટ

Advertisement

RBIએ શુક્રવારે 2021-22 માટે 9.5 ટકાના આર્થિક વિકાસનો અંદાજ જાળવી રાખ્યો છે. જો કે, વિશ્વભરમાં સેમિકન્ડક્ટરની અછત, કોમોડિટીની વધતી કિંમતો, વધતો ઉત્પાદન ખર્ચ, વૈશ્વિક નાણાકીય બજારોમાં સંભવિત અસ્થિરતા અને કોરોનાના વધતા કેસો આર્થિક વૃદ્ધિ માટે જોખમ ઊભું કરી શકે છે. રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં એકંદર માંગ વધી છે. આ રેલ્વે નૂર ટ્રાફિક, પોર્ટ માલ, સિમેન્ટ ઉત્પાદન, વીજળીની માંગ, ઈ-વે બિલ, જીએસટી અને ટોલ કલેક્શનમાં પ્રતિબિંબિત થાય છે.

કોરોનાના કેસોમાં ઘટાડો અને ગ્રાહકોનો આત્મવિશ્વાસ વધારવા સાથે ખાનગી વપરાશ વધારવામાં મદદ કરી રહી છે. નિકાસ દ્વારા એકંદર માંગને પણ ઘણી મદદ મળી છે. સપ્ટેમ્બર 2021 માં સતત સાતમા મહિને નિકાસ 30 અબજ ડોલરને વટાવી ગઈ છે, જે મજબૂત વૈશ્વિક માંગને દર્શાવે છે. સેવા ક્ષેત્રમાં સુધારાઓ પણ વેગ પકડી રહ્યા છે. ગઈ કાલે ભારતમાં મોનેટરી કમિટીની બેઠક હતી એમાં રેપો રેટ અને રિવર્સ રેપો રેટ યથા તથા રાખવાનો નિર્ણય લેવાયો હતો

Whatsapp Join Banner Guj

Advertisement