Denmark PM visit india

Denmark PM visit india: ડેનમાર્કના પીએમ મેટે ફ્રેડરિકસેન ભારતની મુલાકાતે, રાષ્ટ્રપતિ ભવન થયુ ભવ્ય સ્વાગત, ભારતને ગણાવ્યું નજીકનું પાર્ટનર

Denmark PM visit india : પીએમ ફ્રેડરિકસન પોતાની ત્રણ દિવસીય યાત્રા પર ભારત આવ્યા છે. આ દરમિયાન તેઓ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરશે અને પીએમ મોદીની સાથે દ્વિપક્ષીય ચર્ચા પણ કરી

નવી દિલ્હી, 09 ઓક્ટોબરઃ Denmark PM visit india: ડેનમાર્કના પીએમ મેટે ફ્રેડરિકસેનનુ શનિવારે રાષ્ટ્રપતિ ભવનમાં જોરદાર સ્વાગત કરવામાં આવ્યુ. આ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીએ તેમનુ સ્વાગત કર્યુ. રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા બાદ ફ્રેડરિકસેને નિવેદન જારી કરતા કહ્યુ કે અમે ભારતને ઘણા નજીકના પાર્ટનર માનીએ છીએ. હુ આ યાત્રાને ડેનમાર્ક-ભારત દ્વિપક્ષીય સંબંધો માટે સીમાચિહ્ન તરીકે જોવુ છુ. પીએમ ફ્રેડરિકસન પોતાની ત્રણ દિવસીય યાત્રા પર ભારત આવ્યા છે. આ દરમિયાન તેઓ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરશે અને પીએમ મોદીની સાથે દ્વિપક્ષીય ચર્ચા પણ કરી. 

આ પણ વાંચોઃ indias economy: ભારતીય અર્થવ્યવસ્થાને લઇને વર્લ્ડ બેંકનું અનુમાન, કોરોના મહામારી બાદ આટલો રહેશે ભારતનો GDP

વડા પ્રધાન મેટે ફ્રેડરિકસેન પીએમ મોદીની સાથે ગ્રીન સ્ટ્રેટેજિક એલાયન્સ ક્ષેત્રમાં પ્રગતિની સમીક્ષા કરવાની સાથે દ્વિપક્ષીય સંબંધોના વિવિધ પરિમાણો પર ચર્ચા કરશે. ભારત-ડેનમાર્કની વચ્ચે વાતચીત દરમિયાન તકનીકી અને વ્યવસાય સહયોગ સંબંધિત મુદ્દાની સાથે-સાથે પુરુલિયા શસ્ત્ર કૌભાંડના આરોપી કિમ ડેવીના પ્રત્યર્પણનો મુદ્દો પણ હશે. કોરોના સમયગાળા દરમિયાન છેલ્લા 20 મહિના દરમિયાન વડા પ્રધાનની આ પ્રથમ ભારત મુલાકાત છે.

Advertisement

ડેનમાર્કના વડાપ્રધાન મેટે ફ્રેડરિકસેન રવિવારે તાજમહેલ અને આગ્રા કિલ્લાની મુલાકાત કરશે. તેમના પ્રવાસના કારણે રવિવારે સવારે તાજમહેલ અને આગ્રા કિલા પર્યટકો માટે બંધ કરવામાં આવશે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના અધીક્ષણ પુરાતત્વવિદે શુક્રવારે તાજ અને કિલા બંધ કરવાની સૂચના જારી કરી.

જે અનુસાર રવિવારે સવારે 8:30 વાગ્યાથી 10.30 વાગ્યા સુધી તાજમહેલ પર્યટકો માટે બંધ રહેશે, જ્યારે આગ્રા કિલાને સવારે 9.50 વાગ્યાથી 11.50 વાગ્યા સુધી બંધ રાખવામાં આવશે. ડેનમાર્કના વડાપ્રધાન આજે રાતે ખાસ વિમાનથી સીધા ખેરિયા એરપોર્ટ પર પહોંચશે, જ્યાં તેમનુ ભવ્ય સ્વાગત કરવામાં આવશે

Advertisement
Whatsapp Join Banner Guj

આ પણ વાંચોઃ Night curfew in Gujarat: તહેવારોને જોતા ગુજરાતમાં રાત્રી કરફ્યુના નિયમો વધુ એક મહિનો લંબાવ્યા- આ નિયમો 8 શહેરો પર લાગુ- વાંચો વિગત

Copyright © 2022 Desh Ki Aawaz. All rights reserved.