Praveg

Praveg coming plan: પ્રવેગે 2025 સુધીમાં 1,000 થી વધુ હોટેલ રૂમ ઓપરેટ કરવાનું લક્ષ્ય નક્કી કર્યું, ટૂંક સમયમાં શરૂ થશે ટીવી ચેનલ…

Praveg coming plan: ગયા વર્ષના છ મહિનાની સરખામણીએ આ વર્ષે છ મહિનામાં આવકમાં 84 ટકાનો વધારો થયો

અમદાવાદ, 29 નવેમ્બર: Praveg coming plan: પ્રવેગ કોમ્યુનિકેશન દ્વારા 27મી એજીએમ બેઠક યોજાઈ હતી. પ્રવેગ કોમ્યુનિકેશનના મેનેજિંગ ડિરેક્ટર પારસ કુમાર પટેલ, ચેરમેન વિષ્ણુ કુમાર પટેલ અને મહિલા ડિરેક્ટર પ્રોલિના બરારા સહિત તમામ અધિકારીઓએ બેઠકમાં ભાગ લીધો હતો. મીટિંગમાં હાજર લોકોએ કંપની વિશેના અહેવાલો શેર કર્યા.

આ દરમિયાન પ્રવેગ કોમ્યુનિકેશનના ડાયરેક્ટર પારસ પટેલે જણાવ્યું હતું કે, (Praveg coming plan) પ્રવેગ વિઝન-2025 હેઠળ, અમારી સર્જનાત્મકતા અને ખર્ચ-અસરકારક ખ્યાલોના આધારે, અમે 25 સ્થળોએ 1,000 થી વધુ હોટેલ રૂમ કામ કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે.

અમે ટેન્ટ સિટી વારાણસી બનાવી રહ્યા છીએઃ પારસ પટેલ

પારસ પટેલે જણાવ્યું કે આને પરિપૂર્ણ કરવાના ઉદ્દેશ્ય સાથે, આ વર્ષે અમે ઉત્તર પ્રદેશના વારાણસી (https://www.tentcityvaranasi.com/)માં 20 હેક્ટર જમીન પર 150 થી વધુ ટેન્ટ અને કોન્ફરન્સની સુવિધા સાથે ટેન્ટ સિટી વારાણસી બનાવી રહ્યા છીએ. જે આગામી મહિનામાં એટલે કે ડિસેમ્બર 2022માં કાર્યરત થશે.

દમણ અને દીવમાં ટેન્ટ સિટી બનાવવાના વર્ક ઓર્ડર મળ્યા

Praveg 1
પ્રવેગ કોમ્યુનિકેશન એજીએમ મીટિંગ

તેમણે કહ્યું કે આ સાથે અમને કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દીવમાં ટેન્ટ સિટી બનાવવા માટે વર્ક ઓર્ડર મળ્યા છે. આ વર્ષે અમે અમદાવાદમાં અડાલજ સ્ટેપવેલ પાસે થીમપાર્ક, રિસોર્ટ અને આમંત્રિત સ્થળ વિકસાવી રહ્યા છીએ. અમારા વિઝન-2025ને પરિપૂર્ણ કરવા તરફ આગળ વધીને, અમે ગુજરાતના વેળાવદરમાં સ્થિત બ્લેકબગ નેશનલ પાર્ક, રાજસ્થાનના ઉદયપુર અને જવાઈ ખાતે આવેલી અમારી પોતાની જમીન ખરીદીને ઉચ્ચ સ્તરીય હોસ્પિટાલિટી પ્રોજેક્ટ્સનું બાંધકામ શરૂ કર્યું છે.

ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યું છે પ્રવેગ ટીવી

મેનેજિંગ ડિરેક્ટર પારસ પટેલે માહિતી આપી હતી કે, અમારી 24/7 ગુજરાતી ન્યૂઝ ચેનલ પ્રવેગ ટીવી શરૂ કરવા માટે તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. જે માર્ચ 2023 સુધીમાં ઓન એર (શરૂ) થશે. ચેનલે સોશિયલ મીડિયા પર કામ કરવાનું શરૂ કરી દીધું છે. ચેનલ દ્વારા સમાજના કલ્યાણ માટે, તમામ વય જૂથના વાચકો માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સમાચાર પ્રસારિત કરવામાં આવી રહ્યા છે. આવનાર સમયમાં, અમે હોસ્પિટાલિટી સેક્ટરને અમારું ગ્રોથ એન્જિન બનાવીને અમારી ટકાઉ વૃદ્ધિ ચાલુ રાખીશું. એવો વિશ્વાસ એમડી પારસ પટેલે વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચો: Gujarat chunav 2022: સુરતમાં પ્રચાર કરી રહ્યા છે કેજરીવાલ, રોડ શોમાં થયો પથ્થરમારો

Gujarati banner 01