Shraddha murder case

Shraddha murder case update: પોલીસ પૂછપરછ દરમિયાન આરોપી આફતાબે આપ્યું ચોંકાવનારું નિવેદન

Shraddha murder case update: આરોપી આફતાબ પર ગઇકાલે રાત્રે થયો તલવારથી હુમલો

નવી દિલ્હી, 29 નવેમ્બર: Shraddha murder case update: લિવ-ઈન પાર્ટનર શ્રદ્ધા વોકરની હત્યાના આરોપી આફતાબ અમીન પૂનાવાલાની પૂછપરછ અને પોલીગ્રાફ ટેસ્ટ બાદ ચોંકાવનારી માહિતી સતત સામે આવી રહી છે. પૂછપરછ દરમિયાન તેણે પહેલીવાર ચોંકાવનારું નિવેદન આપ્યું છે.

એક પોલીસ અધિકારીના કહેવા પ્રમાણે, તેણે કહ્યું છે કે શ્રદ્ધાની હત્યા માટે તેને ફાંસી આપવામાં આવે તો પણ તેને કોઈ અફસોસ નથી, જ્યારે તે સ્વર્ગમાં જશે ત્યારે તેને હૂર મળશે. આટલું જ નહીં, તેણે એ પણ જણાવ્યું કે શ્રદ્ધા સાથેના સંબંધો દરમિયાન તેના 20થી વધુ હિન્દુ યુવતીઓ સાથે સંબંધો હતા. પોલીસને આપેલા નિવેદનમાં આફતાબની ધર્માંધ માનસિકતા સામે આવી છે.

આરોપી આફતાબ પર ગઇકાલે રાત્રે થયો તલવારથી હુમલો

શ્રદ્ધા વાલકર હત્યાકાંડના આરોપી આફતાબ પૂનાવાલા પર ગઇકાલે રાત્રે લગભગ 8 કલાકે હુમલો થયો છે. ફોરેન્સિક સાયન્સ લાઈબ્રેરીમાં પોલીગ્રાફ ટેસ્ટ બાદ આફતાબ બહાર નીકળતા જ તેની પોલીસ વાન પર હુમલો કરવામાં આવ્યો હતો. હવામાં તલવાર લહેરાવી અને હાથમાં હથોડો લઈને હિન્દુ સેનાના કાર્યકર્તાઓએ આ હુમલો કર્યો હતો. મળતી માહિતી અનુસાર જેવો આફતાબ પોલીસ વાનમાં બેસીને જેલ જવા માટે રવાના થયો તે પહેલા હિન્દુ સેના એ તેને પર હુમલો કર્યો.

આ દરમિયાન આફતાબને બહાર નીકાળી અને જાનથી મારી નાખવાનો પ્રયાસ થયો. તે જ સમયે પોલીસ જવાનો હુમલાખોરોને દૂર કરવા માટે પિસ્તોલ લઈને બહાર આવ્યા હતા. પોલીસ જવાનો એ હુમલાખોરોને પાછળ હટી જવા માટે ચેતવણી પણ આપી, સાથે સાથે તેમણે ફાયરિંગની પણ ચેતવણી આપી હતી. પોલીસે 2 હુમલાખોરોની ધરપકડ કરી લીધી છે

આ પણ વાંચો: Praveg coming plan: પ્રવેગે 2025 સુધીમાં 1,000 થી વધુ હોટેલ રૂમ ઓપરેટ કરવાનું લક્ષ્ય નક્કી કર્યું, ટૂંક સમયમાં શરૂ થશે ટીવી ચેનલ…

Gujarati banner 01