RBI Monetary Policy

RBI Hike Repo Rate: તહેવારો પહેલા RBI ગવર્નર દાસે રેપો રેટ વધારાની જાહેરાત કરી, ચોથી વખત થયો વધારો

RBI Hike Repo Rate: મોંઘવારી પર કાબૂ મેળવવા માટે કેન્દ્રીય બેંક રેપો રેટમાં સતત વધારો કરી રહી છે, ગત મહિને પાંચ ઓગસ્ટે પણ RBI એ રેપો રેટમાં 0.50 ટકાનો વધારો કર્યો હતો

નવી દિલ્હી, 30 સપ્ટેમ્બરઃ RBI Hike Repo Rate: રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે બેઠકમાં લેવાયેલા નિર્ણયો અંગે જાણકારી આપી. તેમણે રેપો રેટ વધારાની જાહેરાત કરી. શક્તિકાંત દાસે 50 બેસિસ પોઈન્ટ વધારાની જાહેરાત કરી છે. આ પ્રકારે રેપો રેટમાં 0.50 ટકાનો વધારો થયો છે. મોંઘવારી પર કાબૂ મેળવવા માટે કેન્દ્રીય બેંક રેપો રેટમાં સતત વધારો કરી રહી છે. ગત મહિને પાંચ ઓગસ્ટે પણ RBI એ રેપો રેટમાં 0.50 ટકાનો વધારો કર્યો હતો. 

આજે થયેલા વધારા બાદ કેન્દ્રીય બેંક મે મહિનાથી અત્યાર સુધીમાં રેપો રેટમાં ચાર વખત વધારો કરી ચૂકી છે. આ કારણે રેપો રેટ હવે 5.90 ટકા પર પહોંચી ગયો છે. આ અગાઉ તે 5.40 ટકા પર હતો. શક્તિકાંત દાસે કહ્યું કે કોરોના વાયરસ મહામારી અને રશિયા-યુક્રેન યુદ્ધના ઝટકા બાદ વધુ એક તોફાન વૈશ્વિક કેન્દ્રીય બેંકો દ્વારા આક્રમક મોનિટરી પોલીસીઓથી પેદા થયું છે. 

રેપો રેટ વધ્યા બાદ લોન મોંઘી થશે. કારણ કે બેંકોની બોરોઈંગ કોસ્ટ વધી જશે. ત્યારબાદ બેંક પોતાના ગ્રાહકો પર તેનો બોજો નાખશે. હોમ લોન ઉપરાંત ઓટો લોન અને અન્ય લોન પણ મોંઘી થશે. રેપો રેટનો સીધો સંબંધ બેંક પાસેથી લેવાતી લોન અને ઈએમઆઈ સાથે છે. હકીકતમાં રેપો રેટ એ રેટ છે જેના પર આરબીઆઈ બેંકોને કરજ આપે છે. 

આ પણ વાંચોઃ Rickshaw wala joins bjp: કેજરીવાલને ભોજન કરાવનાર રીક્ષાચાલકે ભાજપનો ખેસ ધારણ કર્યો- વાંચો શું છે મામલો?

દુનિયાભરની સેન્ટ્રલ બેંકોએ મોંઘવારી પર કાબૂ મેળવવા માટે વ્યાજ દરોમાં વધારો કર્યો છે. અમેરિકી ફેડ રિઝર્વે પણ વ્યાજ દરમાં સતત 75 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો હતો. જેના કારણે રૂપિયા પર દબાણ વધી ગયું. 

દેશમાં છૂટક મોંઘવારી દર સતત આઠમા મહિને આરબીઆઈ દ્વારા નિર્ધારિત લક્ષ્ય મર્યાદા કરતા ઉપર છે. તાજેતરમાં બહાર પાડવામાં આવેલા છૂટક મોંઘવારી દરના આંકડા જોઈએ તો ઓગસ્ટમાં એકવાર ફરીથી તે 7 ટકા ઉપર પહોંચી ગયો. આ અગાઉ જુલાઈ મહિનામાં ઓછો થઈ 6.71 ટકા પર પહોંચ્યો હતો. 

આ પણ વાંચોઃ Buy right teeth brush: ટૂથ બ્રશ કલર જોઇને ન પસંદ કરો, બ્રશ ખરીદતી વખતે આ વાતનું ધ્યાન રાખો- વાંચો વિગત

Gujarati banner 01