Rickshaw wala joins bjp

Rickshaw wala joins bjp: કેજરીવાલને ભોજન કરાવનાર રીક્ષાચાલકે ભાજપનો ખેસ ધારણ કર્યો- વાંચો શું છે મામલો?

Rickshaw wala joins bjp: રીક્ષાચાલક વિક્રમ દંતાણીએ કહ્યું- હું ભાજપમાં છું, આપમાં ક્યારેય નહિ જોડાવું

અમદાવાદ, 30 સપ્ટેમ્બર: Rickshaw wala joins bjp: પીએમ મોદીના ગુજરાત પ્રવાસ વચ્ચે એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. જેમાં કેજરીવાલે જે રીક્ષાવાળાના ઘરે ભોજન લીધુ હતું તેણે ભાજપનો ખેસ પહેરતા બતાવાયો છે. રીક્ષાચાલક વિક્રમ દંતાણીનો ભાજપનો ખેસ પહેરતો વીડિયો સૌને ચોંકાવનારો છે. સાથે જ આમ આદમી પાર્ટી માટે તે મોટી લપડાક છે. સાથે જ કહેવાય છે કે, આજે અમદાવાદમાં પીએમ મોદીની સભા દરમિયાન તે પોતાના મત વિસ્તારના લોકોને લઈને સભામાં હાજરી આપવા પણ પહોંચ્યો હતો. 

ભાજપના ખેસ સાથે વિક્રમ દંતાણી આજે પીએમ મોદીના સભામાં દેખાયા હતા. ઝી 24 કલાક સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે, હું ભાજપમાં છું અને રહીશું. યુનિયન તરફથી રીક્ષાની મીટિંગમાં મને કેજરીવાલને આમંત્રણ આપવાનું કહેવાયુ હતું, મને ત્યાં જઈને ખબર પડી હતી કે, જમવાનું આમંત્રણ આપ્યુ હતું. તેથી મેં ગુજરાતીઓની પરંપરા પ્રમાણે ઘરે બોલાવીને જમાડ્યા હતા. હું આપ સાથે જોડાયેલો નથી, અને ક્યારેય જોડાવનો નથી. કેજરીવાલના જમણવાર વિશે મને કંઈ ખબર ન હતી. માત્ર રીક્ષા યુનિયન મીટિંગ વિશે જ ખબર હતી. હુ એકલો ન હતો, બધા રીક્ષા ચાલકોને જ કહ્યું હતું. ત્યાર બાદ મને કંઈ ખબર ન હતી. 

આ પણ વાંચોઃ Buy right teeth brush: ટૂથ બ્રશ કલર જોઇને ન પસંદ કરો, બ્રશ ખરીદતી વખતે આ વાતનું ધ્યાન રાખો- વાંચો વિગત

Advertisement

સાથે જ વિક્રમ દંતાણીનું નિવેદન પણ સામે આવ્યું છે. ભાજપમાં જોડાઈને તેણે કહ્યું કે,  હું પહેલીથી ભાજપમાં જોડાયેલા છે. હું મત નાંખવા શીખ્યો ત્યારથી ભાજપમાં જોડાયેલો છું. હું પહેલેથી મોદી સાહેબનો આશિક છું. મેં ખાલી કેજરીવાલને જમવાનું આમંત્રણ આપ્યું હતું અને તેમણે સ્વીકારી લીધું. મને ખબર નહોતી કે તે જમવા આવશે. તેઓ આવ્યા એટલે એમનું અપમાન ન થાય એટલે ઘરે જમાડીને મોકલી દીધા. બીજી કોઈ વાત કરી નથી. મેં પોતે એમ જ આમંત્રણ આપ્યું હતું. હું કોઈ પાર્ટીમાં જોડાયેલો નથી. હું પહેલેથી જ ભાજપ સાથે જોડાયેલો છે. અમારી આખી સોસાયટી ભાજપ સાથે છે.

આ પણ વાંચોઃ New time table of trains: રાજકોટ ડિવિઝનમાં 1 ઓક્ટોબરથી ટ્રેનોનું નવું ટાઈમ ટેબલ લાગુ થશે

Advertisement
Gujarati banner 01
દેશ કી અવાજના તમામ સમાચાર ફેસબુક પર મેળવવા માટે લાઈક કરો.

Copyright © 2022 Desh Ki Aawaz. All rights reserved.