The worlds largest diamond made in Surat

The world’s largest diamond made in Surat: સુરતની કંપનીએ તૈયાર કરેલો વિશ્વનો સૌથી મોટો લેબગ્રોન ડાયમંડ અમેરિકાના એક્ઝિબિશનમાં મુકાયો

The world’s largest diamond made in Surat: સુરતની હીરા કંપનીએ બનાવેલા વિશ્વના સૌથી મોટા લેબગ્રોન ડાયમંડને 10થી 13 જૂન સુધી અમેરિકાના લાસ વેગસમાં યોજાનાર વેટિકન જેસીકે લાસ વેગાસ શોમાં પ્રદર્શનમાં મૂકવામાં આવશે.

સુરત, 11 જૂનઃ The world’s largest diamond made in Surat: સુરતની હીરા કંપનીએ બનાવેલા એમરલ્ડ કટ લેબગ્રોન ડાયમંડને ઈન્ટરનેશનલ જિમોલોજિકલ ઈન્સ્ટિટ્યૂટ (IGI)એ દ્વારા વિશ્વના સૌથી મોટા લેબગ્રોન ડાયમંડનું સર્ટીફિકેટ આપવામાં આવ્યું છે. આ ડાયમંડનું વજન 30.18 કેરેટ છે. નેચરલ ડાયમંડની સાથે સાથે શહેરમાં લેબગ્રોન ડાયમંડનું મેન્યુફેક્ચરિંગ કરતી કંપનીઓ ખૂબ જ તેજ ગતિએ વધી રહી છે. જેમાં અનેક કંપનીઓ દ્વારા સમયે સમયે ઈનોવેશન કરવામાં આવી રહ્યું છે. ત્યારે સુરતની હીરા કંપનીએ બનાવેલા વિશ્વના સૌથી મોટા લેબગ્રોન ડાયમંડને 10થી 13 જૂન સુધી અમેરિકાના લાસ વેગસમાં યોજાનાર વેટિકન જેસીકે લાસ વેગાસ શોમાં પ્રદર્શનમાં મૂકવામાં આવશે.

આ હીરાને કેમિકલ વેપોર ડિપોઝિશન(સીવીડી) પ્રોસેસથી તૈયાર કરવામાં આવ્યો છે. જે એ એચ કલર, વીએસટુ ક્લેરિટી ધરાવે છે. આઈઆઈએ રફ ક્રિસ્ટલમાંથી તૈયાર કરવામાં આવ્યો છે. આ ડાયમંડને તૈયાર કરતાં ચાર અઠવાડિયાથી વધુનો સમય લાગ્યો હતો.

આ પણ વાંચોઃ Celebrities Beware Of New Endorsement Norms: Adsમાં ખોટી જાણકારીઓ આપવા બદલ હવે સેલિબ્રિટી અને ખેલાડીઓને માનવી પડશે સરકારની આ નવી પોલિસી

કંપનીના મેનેજિંગ ડિરેક્ટરકહે છે કે, ‘અમારી કંપની દર વખતે કંઈક અલગ કરવાનું નક્કી કરે છે. જે અંતર્ગત અમે આ ડાયમંડ તૈયાર કર્યો હતો. વર્ષ 2021માં અમારી કંપની દ્વારા દ્વારા 14.6 કેરેટનો લેબગ્રોન ડાયમંડ તૈયાર કરવામાં આવ્યો હતો.સુરત શહેરમાં લેબગ્રોન ડાયમંડના એક્સપોર્ટમાં પાંચ વર્ષમાં 1400 કરોડથી વધીને 8500 કરોડ પર પહોંચ્યું છે.

એક્સપોર્ટમાં સતત વધારો થતો હોવાને કારણે સુરતમાં લેબગ્રોન ડાયમંડનું મેન્યુફેક્ચરિંગ કરતી કંપનીઓમાં વધારો થઈ રહ્યો છે. સુરતમાં મોટી કંપનીઓ લેબગ્રોન ડાયમંડનું ઉત્પાદન કરી રહી છે. જ્યારે કટ એન્ડ પોલિશ્ડ કરતી 400 જેટલા યુનિટો છે.

આ પણ વાંચોઃ R.praggnanandhaa wins norway chess open: ભારતના યુવા ગ્રાન્ડ માસ્ટર પ્રજ્ઞાનંદે નોર્વે ચેસ ઓપન ટાઈટલ જીત્યું

Gujarati banner 01