Celebrities Beware Of New Endorsement Norms

Celebrities Beware Of New Endorsement Norms: Adsમાં ખોટી જાણકારીઓ આપવા બદલ હવે સેલિબ્રિટી અને ખેલાડીઓને માનવી પડશે સરકારની આ નવી પોલિસી

Celebrities Beware Of New Endorsement Norms: સરકારે સેલિબ્રિટી અથવા ખેલાડીઓના કોઈપણ પ્રકારના અનુભવ, વપરાશ કે જાણકારી વગર જ ઉત્પાદનોની જાહેરાત કરવા અંગે આકરૂં વલણ અપનાવ્યું

નવી દિલ્હી, 11 જૂનઃ Celebrities Beware Of New Endorsement Norms: સરકારે ગ્રાહક સુરક્ષા કાયદાની અંગર્ગત નવા નિયમોનું જાહેરનામું કરતાં કહ્યું છે  કે પોતાની જાહેરાતમાં જો કોઈ જાહેરાતકર્તા પ્રોડક્ટ અંગે ખોટી જાણકારી આપશે અથવા અનુભવ વગર સમર્થન આપશે તો તેને જવાબદાર ઠેરવવામાં આવશે. 

સરકારની નવી ગાઈડલાઈન પ્રમાણે સેલિબ્રિટીઝ અથવા સ્પોર્ટસ પર્સને મટીરીયલ કનેક્શન ડિસ્કલોઝર આપવું પડશે તેમજ જાહેરાતનું સમર્થન કરતી વખતે પૂરતી સાવધાની રાખવી પડશે. ગ્રાહક સુરક્ષા મંત્રાલયે શુક્રવારના રોજ નવી ગાઈડલાઈન જાહેર કરી છે. આ ગાઈડલાઈન પ્રમાણે જાહેરાત કરનારાઓનો પ્રચાર ઈમાનદીરીથી આપેલ અભિપ્રાય, વિશ્વાસ અથવા અનુભવ આધારિત હોવો જોઈએ.

જો જાહેરાતકર્તા આ ઉત્પાદનો સાથે કોઈ પણ રીતે જોડાયેલા હોય તો તેની પણ જાણકારી આપવી પડશે અને જો આવુ નહિ કરવામાં આવે તો તેને ગ્રાહક સુરક્ષા કાયદાનું ઉલ્લંઘન ગણવામાં આવશે.

આ પણ વાંચોઃ R.praggnanandhaa wins norway chess open: ભારતના યુવા ગ્રાન્ડ માસ્ટર પ્રજ્ઞાનંદે નોર્વે ચેસ ઓપન ટાઈટલ જીત્યું

મટીરીયલ ડિસ્કલોઝરનો અર્થ એવો થાય છે કે એવો સંબંધ જે કોઈ પણ એન્ડોર્સમેન્ટ એટલે કે જાહેરાતની મહત્વતા અથવા અને વિશ્વાસને કોઈ પણ રીતે પ્રભાવિત કરતું હોય પરંતુ ગ્રાહકને તે અંગેની જાણકારી ન હોય.

આ ગાઈડલાઈન પ્રમાણે જો કોઈ પણ પ્રોડક્ટની એડવર્ટાઈઝ બનાવનાર અને વેપારી ,પ્રોડ્યુસર અને એડવર્ટાઈઝમાં કામ કરનાર વચ્ચે કોઈ એવું કનેક્શન હશે, જે હકીકતમાં એન્ડોર્સમેન્ટની વેલ્યુ અથવા વિશ્નસનીયતાને પ્રભાવિત કરતું હોય તો તેની પૂરી જાણકારી આપવી પડશે. જો આ બાબતનું ઉલ્લંઘન કરવામાં આવશે તો આવા કેસોમાં પ્રથમ વખત 10 લાખ અને બીજી વખત 50 લાખ રૂપિયા સુધીનો દંડ કરવામાં આવશે. 

આ નવી ગાઈડલાઈન  ‘ભ્રામક જાહેરાતોને અટકાવ અને જાહેરાતના પ્રચાર અંગેની જરૂરી સાવચેતીઓ’ 10 જૂનથી અમલમાં આવી ગઈ છે. આ ગાઈડલાઈનમાં કોઈ પણ જાહેરાતને કાયદાકીય અથવા ભ્રામક માનવા અંગેના માનકો આપવામાં આવ્યા છે. આમાં મફત, ભ્રામક અને અન્ય પ્રકારની જોહેરાતોથી જોડાયેલ સ્પષ્ટીકરણ આપવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ SKY scheme for farmers: ખેડૂત હિત માટે ચિપિયા પછાડતું કિસાન સંઘ મીંદડી બની ગયું…

Gujarati banner 01