93da7b8c 6c7c 4809 85ee 5bee84148162

vadodara rape case: વડોદરા સામૂહિક દુષ્કર્મના મામલે 35થી વધુ પોલીસની ટીમો અને 500 જેટલા કર્મચારીઓ તપાસમાં, પુરાવામાં મળી આવી સાઇકલ

vadodara rape case: વોચમેન મહેશ રાઠવાના ઘરેથી (પુનિતનગર)માંથી મળી આવેલી પીડિતાની સાયકલ

વડોદરા, 25 નવેમ્બરઃvadodara rape case: છેલ્લા 21 દિવસથી રાજ્યભરમાં ચકચાર મચવાની રહેલા વડોદરા સામૂહિક દુષ્કર્મના મામલે 35થી વધુ પોલીસની ટીમો અને 500 જેટલા કર્મચારીઓ તપાસમાં જોતરાઇ છે. ગત રોજ આ ચકચાર કેસની ઝીણવટભરી તપાસ કરવા SITની ટીમની રચના કરવામાં આવી હતી. સ્પેશ્યલ ઇનવેસ્ટીગેશન ટીમમાં 8 સિનીયર અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેવામાં SITની રચના કર્યાના 24 કલાકમાં જ પોલીસને પહેલી મહત્વની સફળતા હાથ લાગી છે.

ગત તા. 29 ઓકટોબરના રોજ સાંજના સાત વાગ્યાની આસપાસ ઓએસીસ સંસ્થામાં ફેલોશીપ કરતી મૂળ નવસારીની અને વડોદરામાં રહેતી 18 વર્ષીય યુવતુ પોતાની પંચર સાયકલ લઇને જગદીશ ફરસાણની ગલીમાંથી પસાર થઇ રહીં હતી. તેવામાં બે નરાધમોએ તેણીને પાછળથી ધક્કો મારી પાડી દઇ આંખે પાટા બાંધી વેક્સિન ગ્રાઉન્ડમાં લઇ જઇ દુષ્કર્મ આચર્યું હતુ. જોકે સમગ્ર ઘટનાનો પીડિતાએ આપઘાત કરતા પહેલા પોતાની ડાયરીમાં ઉલ્લેખ કર્યો હતો.

આ પણ વાંચોઃ The principle of karma: શ્રી કૃષ્ણએ ભગવદ્ ગીતામાં કહ્યું છે કે તુ કર્મ કર,કોઈ પણ અપેક્ષા વગર તુ તારુ કર્મ કર

વોચમેન મહેશ રાઠવાના ઘરેથી (પુનિતનગર)માંથી મળી આવેલી પીડિતાની સાયકલ
જે ડાયરી પોલીસના હાથે લાગી હતી. ત્યારબાદ પોલીસ વિવિધ ટીમો બન્ને નરાધમો સુધી પહોંચવા 500થી વધુ સીસીટીવી ફંફોડી નાખ્યાં હતા. છતાંય તેમના હાથ કંઇ લાગ્યું ન હતુ. બીજી તરફ પોલીસની એક ટીમ પીડિતાની સાયકલની શોધમાં હતી. તેવામાં પોલીસને આજે પુનિતનગરમાંથી પીડિતાની કેસરી રંગની સાયકલ મળી આવી હતી. જોકે આ સાયકલના ટાયર ગાયબ હતા અને ચેઇન પણ તુટેલી હાલતમાં સાયકલ મળી આવી હતી.

પીડિતાની આ સાયકલ ઘટના સ્થળ એટલે કે, લક્ષ્મી સોસાયટી પાસેના એટલાન્ટીસ -2માં વોચમેન તરીકે કામ કરતા મહેશ રાઠવાના ઘરેથી મળી આવી હોવાનુ જાણવા મળી રહ્યું છે. હવે જોવાનુ રહ્યું કે, 21 દિવસે પોલીસને આ કેસમાં મળેલી પહેલી સફળતા, એટલે કે પીડિતાની સાયકલ બન્ને નરાધમો સુધી પહોંચાડે છે કે કેમ ?

Whatsapp Join Banner Guj