first female pm resign

first female pm resign: આ દેશની પહેલી મહિલા પીએમએ ચૂંટાયા બાદ ગણતરીના કલાકોમાં રાજીનામુ આપવુ પડ્યુ- વાંચો શું છે મામલો?

first female pm resign: સ્વીડનની સોશિયલ ડેમોક્રેટિક પાર્ટીના નેતા મેગ્ડેલના એન્ડરસનને સંસદ દ્વારા પહેલા પીએમ તરીકે ચૂંટવામાં આવ્યા હતા

નવી દિલ્હી, 25 નવેમ્બરઃ first female pm resign: સ્વીડનની ગણતરી દુનિયાના સૌથી સમૃધ્ધ દેશોમાં થાય છે.સ્વીડનની સોશિયલ ડેમોક્રેટિક પાર્ટીના નેતા મેગ્ડેલના એન્ડરસનને સંસદ દ્વારા પહેલા પીએમ તરીકે ચૂંટવામાં આવ્યા હતા પણ એ પછી તરત જ અન્ય એક ગ્રીન પાર્ટીએ પોતાનો ટેકો પાછો ખેંચતા મેગ્ડેલના એન્ડરસનને પીએમ તરીકે રાજીનામુ આપવુ પડ્યુ છે.

સ્વીડનની 349 બેઠકોવાળી સંસદમાં પીએમ બનવા માટે મેગ્ડેલના એન્ડરસનને 117 સાંસદોનુ સમર્થન હતુ પણ તેની સામે 174 તેમના વિરોધમાં હતા.આ પૈકી 57 સાંસદ હાજર નહોતા.જોકે ગઠબંધનના કારણે તેઓ પીએમ તો બની શક્યા હતા પણ ગણતરીના કલાકો બાદ તેમણે રાજીનામુ આપી દીધુ હતુ.

આ પણ વાંચોઃ vadodara rape case: વડોદરા સામૂહિક દુષ્કર્મના મામલે 35થી વધુ પોલીસની ટીમો અને 500 જેટલા કર્મચારીઓ તપાસમાં, પુરાવામાં મળી આવી સાઇકલ

તેમને પહેલા ટેકો આપનાર ગ્રીન પાર્ટીને બજેટના પ્રસ્તાવને લઈને પીએમ સાથે મતભેદો સર્જાયા હતા.જેના પગલે આખરે પીએમ એન્ડરસને રાજીનામુ આપી દેવાનો નિર્ણય લીધો હતો.બાદમાં મેગ્ડેલના એન્ડરસનને કહ્યુ હતુ કે, મારા માટે સન્માનનો સવાલ હતો પણ હું એવી સરકારનુ નેતૃત્વ કરવા નહોતી માંગતી જેની કાયદેસરતા પર સવાલ ઉઠાવાય. 

Whatsapp Join Banner Guj