Action against SFJ: ખાલિસ્તાની સંગઠન શીખ ફોર જસ્ટિસ સામે સરકારની કડક કાર્યવાહી, જાણો વિગતે

Action against SFJ: સરકાર દ્વારા શીખ ફોર જસ્ટિસ સંસ્થા સાથે ગાઢ સંબંધ ધરાવતા ‘પંજાબ પોલિટિક્સ ટીવી’ની એપ્સ, વેબસાઇટ અને સોશિયલ મીડિયા એકાઉન્ટ્સને બ્લોક કરવાનો આદેશ

મુંબઈ, ૨૨ ફેબ્રુઆરી: Action against SFJ: કેન્દ્ર સરકારે ખાલિસ્તાની સંગઠન શીખ ફોર જસ્ટિસ વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે. માહિતી અને પ્રસારણ મંત્રાલયે, શીખ ફોર જસ્ટિસ સંસ્થા સાથે ગાઢ સંબંધ ધરાવતા ‘પંજાબ પોલિટિક્સ ટીવી’ની એપ્સ, વેબસાઇટ અને સોશિયલ મીડિયા એકાઉન્ટ્સને બ્લોક કરવાનો આદેશ આપ્યો છે.

Action against SFJ: મંત્રાલયે ‘પંજાબ પોલિટિક્સ ટીવી’ના ડિજિટલ મીડિયા સંસાધનોને અટકાવવા માટે IT નિયમો હેઠળની સત્તાઓનો ઉપયોગ કર્યો છે.

આ પણ વાંચો: Thane police summons sameer wankhede: NCB ઓફિસર સમીર વાનખેડેની મુશ્કેલીઓ વધી, થાણે પોલીસે પાઠવ્યું સમન્સ; વાંચો શું છે મામલો

પંજાબ વિધાનસભાચૂંટણી દરમિયાન જાહેર વ્યવસ્થાને ખલેલ પહોંચાડવા માટે ઑનલાઇન મીડિયાનો ઉપયોગ કરવાનો શીખ ફોર જસ્ટિસ સંસ્થા પ્રયાસ કરી રહી હતી. ઉલ્લેખનીય છે કે આ સંગઠન છેલ્લા ઘણા દિવસોથી પંજાબના લોકોને ભડકાવવાનું કામ કરી રહ્યું છે

Gujarati banner 01