Sameer wankhede

Thane police summons sameer wankhede: NCB ઓફિસર સમીર વાનખેડેની મુશ્કેલીઓ વધી, થાણે પોલીસે પાઠવ્યું સમન્સ; વાંચો શું છે મામલો

Thane police summons sameer wankhede: સમીર ને આવતીકાલે પોલીસ સ્ટેશનમાં સંબંધિત દસ્તાવેજો સાથે પોતાનું નિવેદન નોંધવાનું રહેશે

મુંબઈ, ૨૨ ફેબ્રુઆરી: Thane police summons sameer wankhede: મુંબઈ NCBના ભૂતપૂર્વ ડિરેક્ટર સમીર વાનખેડેની મુશ્કેલીઓ વધી ગઈ છે. કેમકે મુંબઈ ની થાણે પોલીસે સમીર વાનખેડે ને સમન્સ (Thane police summons sameer wankhede) પાઠવ્યા છે. તેમને 23 ફેબ્રુઆરીએ કોપરી પોલીસ સ્ટેશનમાં હાજર થવાનો આદેશ આપવામાં આવ્યો છે. સમીર ને આવતીકાલે પોલીસ સ્ટેશનમાં સંબંધિત દસ્તાવેજો સાથે પોતાનું નિવેદન નોંધવાનું રહેશે.

આ પહેલા રાજ્યના આબકારી વિભાગ દ્વારા સમીર સામે કેસ નોંધવામાં આવ્યો હતો. તેના પર છેતરપિંડીનો આરોપ મૂકવામાં આવ્યો છે. તેના પર આરોપ છે કે તેણે તેની ઉંમર સાથે છેડછાડ કરીને સદગુરુ હોટેલ એન્ડ બારનું લાઇસન્સ મેળવ્યું હતું. જોકે, થોડા સમય પહેલા જ એક્સાઇઝ વિભાગે તે બારનું લાઇસન્સ રદ કરી દીધું હતું.

આ પણ વાંચો: School demand to start mid-day meal: બનાસકાંઠા જિલ્લા ભર ની શાળાઓ માં તાકીદે મધ્યાન ભોજન ફરી શરૂ કરવા માંગ

વાંચો શું છે મામલો

આબકારી વિભાગ દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે, 1996-97માં સમીર વાનખેડેની ઉંમર 18 વર્ષથી ઓછી હતી, જ્યારે નિયમો અનુસાર હોટલનું લાઇસન્સ મેળવવા માટે તેની ઉંમર ઓછામાં ઓછી 21 વર્ષની હોવી જોઈએ. આ હોવા છતાં, તેણે સ્ટેમ્પ પેપરમાં પોતાને પુખ્ત બતાવ્યો, જેથી તે લાઇસન્સ મેળવી શકે. સમીર વાનખેડેની માલિકીની સદગુરુ હોટેલ એન્ડ બારને વાઇન, હળવો દારૂ અને આથો દારૂ વેચવાની પરવાનગી આપવામાં આવી હતી. મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકે તેની સામે વાંધો ઉઠાવ્યો હતો. વાનખેડે સામે મોરચો ખોલી બૈઠેલા નવાબ મલિકે એનસીબીના ડાયરેક્ટર જનરલ, સેન્ટ્રલ વિજિલન્સ કમિશનર અને એક્સાઇઝ કમિશનરને ફરિયાદ કરી હતી.

આર્યન ની ધરપકડ બાદ આવ્યા ચર્ચા માં

તમને બતાવી દઈએ કે સમીર વાનખેડે નો નામ ત્યારે ચર્ચા માં આવ્યું હતું. જયારે તેમને મુંબઈ માં એક ક્રુજ ઉપર ચાલી રહેલી પાર્ટીમાં છાપેમારી કરી બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાન ના પુત્ર આર્યન ખાન સમેત કઈ લોગો ની અટકાયત કરી હતી.

Gujarati banner 01