Surat murder

Surat loot & Murder: સુરતમાં ચપ્પુની અણીએ લૂંટ ચલાવી યુવકની હત્યા; આરોપી CCTV કેમેરામાં થયા કેદ

Surat loot & Murder: સુરતમાં પોલીસના કડક નાઈટ પેટ્રોલિગ વચ્ચે ફરી ચપ્પુની અણીએ લૂંટ ચલાવી યુવકની હત્યા કરાય હોવાની ઘટના પ્રકાશમાં આવી…

અહેવાલ: અનિલ વનરાજ
અમદાવાદ , 22 ફેબ્રુઆરી:
Surat loot & Murder: સુરત શહેરમાં લૂંટ અને હત્યાની ઘટના બનવી સામાન્ય બની ગઈ હોઈ તેવું લાગી રહ્યું છે. સુરત પોલીસ ભલેને નાઈટ પેટ્રોલિગ સખ્ત રીતે કરી રહી હોવાના દાવા કરતી હોઈ પરંતુ હકીકત કંઈક અલગજ સામે આવી રહી છે. કહીયે તો સુરત ક્રાઇમ સીટીને હવે પ્રથમ ક્રમાંક મળે તેવી સ્થિતિ ઉપસ્થિત થઇ રહી છે. જો વાત કરીયે તો હાલમાંજ એક બાદ એક વીસેક દિવસમાં 13:જેટલી હત્યાની ઘટના સામે આવી હતી.

સમગ્ર ઘટના ના લૂંટ અને હત્યાના આરોપી CCTV કેમેરામાં કેદ થયા છે.

આ તમામ ઘટના હજી લોકોના આંખની સામેથી હતી નથી ત્યા લીંબાયત વિસ્તારમાં ઇલેક્ટ્રિકની દુકાન ચલાવતા વેપારીને જાહેરમાં ચપ્પુના ઘા જીકી હત્યા કરાતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. હાલ પોલીસે લૂંટ અને હત્યા ને લઈ તપાસનો ડોર શરૂ કરી દીધો છે. બનેલી સમગ્ર ઘટના ના લૂંટ અને હત્યાના આરોપી CCTV કેમેરામાં કેદ થયા છે.

આ પણ વાંચોAction against SFJ: ખાલિસ્તાની સંગઠન શીખ ફોર જસ્ટિસ સામે સરકારની કડક કાર્યવાહી, જાણો વિગતે

સુરતના લીંબાયત વિસ્તારમાં આવેલ કૈલાશનગર ખાતે આવેલ કલ્પના સોસાયટીમાં સોમવારના રાત્રી દરમ્યાન દેવરામ ભરતભાઇ ચૌધરી ભાગીદારીમાં દેવ નારાયણ કોમ્પ્લેશમાં ઇલેક્ટ્રિકની દુકાન ચલાવતા હતા. સોમવારે દેવરામભાઈ દુકાન પર હાજર હતા તે દરમ્યાન એક ગ્રાહકે દુકાન પર આવી ખાવાનું તેલ માંગતા દેવરામે ગ્રાહકને કહેલ કે ખબર નથી પડતી ઇલેક્ટ્રિકની દુકાન પર તેલ માગે છે કહી દેવરામભાઈએ ગ્રાહકને ઠપકો આપતા વાત ઝઘડા સુધી પહોંચી ગઈ હતી. અને ગ્રાહક બનીને આવેલ અજાણ્યા ઇસમે ફોન કરી અન્ય સાતેક મિત્રો બોલાવી દેવરામને દુકાનની બહાર કાઢી જાહેરમાં માર માર્યો હતો.

અને દેવરામના ગળામાંથી સોનાની ચેન લૂંટી લઇ ત્યારબાદ ચપ્પુના ઘા જીકી દેતા દેવરામ મોતને ભેટ્યા હોવાનું જણાતા સાતે હુમલાખોરો ઘટના સ્થળેથી ભાગી છૂટ્યા હતા. આ ઘટના ના હત્યા કરનારા હત્યારા નજીકમાં લાગેલા CCTV માં કેદ થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ દોડી ગઈ હતી. હાલ પોલીસ CCTV ના ફૂટેજ મેળવી આરોપી સુધી પોંહચવા આગળની તપાસ હાથ ધરી.

Gujarati banner 01