akhilesh yadav 993750 1622812554 1624344762

Akhilesh comment on vaccination: વેક્સિનેશન પર સમાજવાદી પાર્ટીના અધ્યક્ષનું મોટું નિવેદન, કહ્યું: હું સૌથી છેલ્લે રસી લેનાર વ્યક્તિ હોઈશ..!

Akhilesh comment on vaccination: પોતાના જન્મ દિવસે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે રસીને લઇને આપ્યું પોતાનું નિવેદન

નવી દિલ્હી, 02 જુલાઇઃ Akhilesh comment on vaccination: ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવે પોતાના જન્મદિવસે કહ્યું કે, તે સૌથી છેલ્લા વ્યક્તિ હસે જે વેક્સિન લગાવશે. જે છેલ્લી વેક્સિન વધે તે તેમને લગાવવામાં આવે તેવી તેમણે અપીલ કરી હતી. આ સાથે અખિલેશ યાદવે દાવો કર્યો હતો કે, તેઓ આગામી વર્ષે યોજાનારી ચૂંટણીમાં જીત મેળવશે અને સરકાર રચવામાં સફળ થશે.

અખિલેશ યાદવે પોતાના જન્મદિવસે તમામને અપીલ કરી હતી કે, તેઓ વેક્સિન લગાવે.(Akhilesh comment on vaccination) અખિલેશ યાદવે આ સમયે કહ્યું કે,‘કેન્દ્ર અને રાજ્યમાં બંને સ્થળે ભાજપની જ સરકાર છે. આ પક્ષે કરોડો રૂપિયો ખર્ચ કરી કહ્યું કે- વેક્સિનના બંને ડોઝ લેવા જરૂરી છે. હવે ભાજપ જ કહે છે કે વેક્સિનનો એક ડોઝ જરૂરી છે. જો સરકાર મને વેક્સિન લગાવવા માંગતી હોય તો પહેલા યુપીના ગરીબો, ખેડૂતો, મજૂરો અને જવાનોને વેક્સિન લગાવે. અંતે જે એક વેક્સિન વધે તે તેઓ મને લગાવી શકે છે.’

યુપી વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ વિશે અખિલેશ યાદવે કહ્યું કે,‘સમાજવાદી પાર્ટીએ નિર્ણય કર્યો છે કે, અમે મોટા પક્ષો સાથે ગઠબંધન નહીં કરીએ. અમારો ભૂતકાળમાં અનુભવ સારો રહ્યો નથી. અમે નાના પક્ષો સાથે ગઠબંધન કરીશું. કાકા શિવપાલસિંહ યાદવને પણ સાથે રાખવાનો પ્રયાસ કરીશું.’

Whatsapp Join Banner Guj

આ પણ વાંચોઃ AMC: અમદાવાદ કોર્પોરેશનનો ઐતિહાસિક નિર્ણય, 6200થી વધારે સફાઇ કામદારોને મળશે લાભ