Credit Guarantee Scheme: હેલ્થ સેક્ટરમાં આ વર્ષે બમણુ બજેટ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી મોટી જાહેરાત- વાંચો વધુ વિગત

Credit Guarantee Scheme: પીએમ મોદીએ કહ્યું કે આ વર્ષે હેલ્થ સેક્ટર માટે બજેટની ફાળવણી બમણાથી પણ વધુ એટલે કે બે લાખ કરોડ રૂપિયાથી વધુ કરવામાં આવી છે

નવી દિલ્હી, 02 જુલાઇઃ Credit Guarantee Scheme: ગઇ કાલે નેશનલ ડોક્ટર્સ ડેના અવસરે દેશની મેડિકલ કમ્યુનિટીને સંબોધિત કરતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ડોક્ટરોએ ગત દોઢ વર્ષમાં દિવસ-રાત મહેનત કરીને એક ઉદાહરણ પૂરુ પાડ્યું છે. તેમણે કહ્યું કે ડોક્ટરોએ દેવદૂત બનીને કોરોના કાળમાં લોકોના જીવ બચાવ્યાં છે.

પીએમ મોદીએ કહ્યું કે આ મહામારી દરમિયાન ડોક્ટરોએ લાખો જીવ બચાવ્યાં છે. ડોક્ટરોને ભગવાનનું બીજુ રૂપ કહેવામાં આવે છે. તેમણે કહ્યું કે દેશમાં સ્વાસ્થ્ય સુવિધાઓને પહેલાની તુલનામાં બહેતર બનાવવામાં આવી રહી છે. આજે દેશનું મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે કોરોનાકાળમાં જીવન ગુમાવનારા ડોક્ટરોને નમન કર્યુ અને કહ્યું કે ડોક્ટર દરેક પડકારનો મુકાબલો કરી રહ્યાં છે.

મેડિકલ વ્યવસ્થાઓને વધુ બહેતર બનાવવામાં આવી રહી છે. પીએમ મોદીએ કહ્યું કે આ વર્ષે હેલ્થ સેક્ટર માટે બજેટની ફાળવણી બમણાથી પણ વધુ એટલે કે બે લાખ કરોડ રૂપિયાથી વધુ કરવામાં આવી છે. હવે અમે આવા ક્ષેત્રોમાં હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવા માટે 50 હજાર કરોડ રૂપિયાની એક Credit Guarantee Scheme લઇને આવ્યાં છીએ, જ્યાં સ્વાસ્થ્ય સુવિધાઓની ઉણપ છે.

વધુમાં પીએમ મોદીએ કહ્યું કે દેશમાં એમ્સની સંખ્યા વધારવામાં આવી રહી છે. 2014 સુધી જ્યાં દેશમાં ફક્ત 6 એમ્સ હતી, આ 7 વર્ષોમાં 15 નવી એમ્સનું કામ શરૂ થયું છે. મેડિકલ કોલેજીસની સંખ્યા પણ આશરે દોઢ ગણી વધી છે. તેનું જ પરિણામ છે કે આટલા ઓછા સમયમાં જ્યાં અંડરગ્રેજ્યુએટ સીટ્સમાં દોઢ ગણાથી વધુનો વધારો થયો છે, પીજી સીટ્સમાં 80 ટકા વધારો થયો છે.

Credit Guarantee Scheme

નેશનલ ડોક્ટર્સ ડે પર સંબોધન કરતાં પીએમ મોદીએ કહ્યું કે આપણો દેશ કોરોના સામે પણ જીતશે અને વિકાસના નવા માપદંડને પણ સ્પર્શસે. કોરોના સામેની લડતમાં યોગે ઘણી મદદ કરી છે. તેમણે કહ્યું કે એક બાજુ અમે સારી વસ્તુ જોઇ છે કે મેડિકલ ફ્રેટર્નિટીના લોકો, યોગ વિશે જાગૃતિ ફેલાવવા માટે ઘણા આગળ આવ્યાં છે. યોગને પ્રચારિત-પ્રસારિત કરવા માટે જે કામ આઝાદી બાદ પાછલી શતાબ્દીમાં કરવુ જોઇતુ હતુ, તે હવે થઇ રહ્યું છે. આ સાથે જ પીએમ મોદીએ તાજેતરમાં જ સરકાર તરફથી કરવામાં આવેલા કાર્યોને પણ લોકો સામે રજૂ કર્યા.

ભારતીય ચિકિત્સા સંઘ (આર્ઇએમએ) દ્વારા આ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું છે. દર વર્ષે એક જુલાઇએ દેશભરમાં નેશનલ ડોક્ટર્સ ડે ઉજવવામાં આવે છે. આ દિવસે દેશના મહાન ડોક્ટર અને પશ્વિમ બંગાળના બીજા મુખ્યમંત્રી ડોક્ટર બિધાનચંદ્ર રૉયનો જન્મદિવસ અને પુણ્યતિથિ હોય છે. આ દિવસ તેમની યાદમાં ઉજવવામાં આવે છે.

આ પણ વાંચોઃ Akhilesh comment on vaccination: વેક્સિનેશન પર સમાજવાદી પાર્ટીના અધ્યક્ષનું મોટું નિવેદન, કહ્યું: હું સૌથી છેલ્લે રસી લેનાર વ્યક્તિ હોઈશ..!