cyclone tauktae intensifies expected to reach near gujarat coast on 18th morning as severe cyclonic storm mrutyunjay mohapatra dgm imd

Asani cyclone forecast: ‘અસાની’વાવાઝોડુ દરિયામાં જ સમાશે, હિટવેવ- વાદળો અને ભારે વરસાદની આગાહી- વાંચો વિગત

Asani cyclone forecast: મૌસમ વિભાગ અનુસાર આજે ઓડીસાના પુરીથી ૫૯૦ કિ.મી. અને વિશાખાપટ્ટનમ્ થી ૪૧૦ કિ.મી.ના અંતરે રહેલ વાવાઝોડુ હવે બદલાયેલા સંભવિત રૂટ મૂજબ તે આવતીકાલે આંધ્ર-ઓડીસાની જમીન પર ત્રાટકવાને બદલે જમણી બાજુ વળાંક લઈ બંગાળની ખાડીના દરિયામાં આગળ વધશે

રાજકોટ, 10 મેઃ Asani cyclone forecast: બંગાળની ખાડીમાં સર્જાયેલું વાવાઝોડુ અસાની આજે સિવિયર સાયક્લોનમાં ફેરવાઈને પવનની ઝડપ કલાકના ૧૦૦-૧૧૦ કિ.મી.એ પહોંચી હતી પરંતુ,આવતીકાલે તે થોડુ નબળુ પડી સાયક્લોન (પવન ૮૦-૯૦ કિ.મી.)માં ફેરવાવા સાથે વિશાખાપટ્ટનમ્  પાસેથી ટર્ન લઈને ઓડીસાના ભુવનેશ્વર તરફ  ફંટાઈને દરિયામાં જ સમાય તેવી શક્યતા હોય હવે કાંઠાળ વિસ્તારોમાં ભારે  વરસાદની આગાહી છે તો બીજી તરફ ગુજરાતમાં ઉત્તર-પશ્ચિમના ગરમપવન ફૂંકાતા આભમાંથી અગનવર્ષાનો અહેસાસ થયો હતો. 

વાવાઝોડુ આજે વધુ તીવ્ર બન્યું હતું જેની અસર રૂપે આજુબાજુ દૂર દૂરના વિસ્તારોથી વાદળો તે તરફ ખેંચાય છે અને દેશના અનેક ભાગોમાં હવામાન પર તેની અસર થતી હોય છે. મૌસમ વિભાગ અનુસાર આજે ઓડીસાના પુરીથી ૫૯૦ કિ.મી. અને વિશાખાપટ્ટનમ્ થી ૪૧૦ કિ.મી.ના અંતરે રહેલ વાવાઝોડુ હવે બદલાયેલા સંભવિત રૂટ મૂજબ તે આવતીકાલે આંધ્ર-ઓડીસાની જમીન પર ત્રાટકવાને બદલે જમણી બાજુ વળાંક લઈ બંગાળની ખાડીના દરિયામાં આગળ વધશે પરંતુ, તેની અસર રૂપે આંધ્રપ્રદેશ,ઓડીસાના કાંઠાળ વિસ્તારોમાં બે દિવસ ભારે વરસાદની આગાહી કરાઈ છે.

આ પણ વાંચોઃ Religious festival of the month of Vaishakh: વૈશાખ મહિનામાં ધાર્મિક પર્વોની વણઝાર, આવો જાણીએ સીતા નવમી, નારદ જયંતિ અને શનિ જયંતિ વિશે

દરમિયાન ગુજરાતમાં આજે તાપમાન ઉંચકાતા લૂ વર્ષા થઈ હતી. રાજ્યમાં સર્વાધિક તાપમાન કંડલા ૪૪.૮, સુરેન્દ્રનગર ૪૪.૦, અમદાવાદમાં ૪૩.૧ સે. નોંધાયું હતું. જ્યારે ગાંધીનગર,વડોદરા અને અમરેલીમાં ૪૨.૮, રાજકોટ ૪૨.૭,  ડીસા,જુનાગઢમાં ૪૨ તથા ભૂજ, વલ્લભવિદ્યાનગર, ભાવનગર સહિતના સ્થળે પારો ૪૧ સે.ને પાર થયો હતો. રાજકોટ સહિત મહાનગરોમાં સાંજના સમયે પણ શરીરને દઝાડતો તાપ અનુભવાયો છે. 

રાજ્યમાં આવતીકાલે ખાસ કરીને અમદાવાદ, ગાંધીનગર, પાટણ, સુરેન્દ્રનગર, કચ્છ સહિતના વિસ્તારોમાં હીટવેવની આગાહી થઈ છે. 

સુરતમાં તા.૧૩ સુધી વ્યાપક વાદળો અને તાપમાન ૩૬ સે.રહેવાની, અમદાવાદમાં તા.૧૦ મેથી ૧૩ સુધી અંશતઃ વાદલો અને તાપમાન ૪૨.૪૩ સે.રહેવાની, વડોદરામાં તા.૧૧ સુધી વાદળો અને પછી તાપમાન  ૪૨ આસપાસ રહેવાની, રાજકોટમાં તા.૧૨ સુધી વાદળો રહેવા સાથે પારો ૪૧ સે. આસપાસ રહેવાની અને એકંદરે ત્રણ દિવસ સુધી ગરમીનું જોર જારી રહેવાની આગાહી છે. 

આ પણ વાંચોઃ Srilanka pm resign: શ્રીલંકામાં આર્થિક સંકટોની વચ્ચે વડાપ્રધાન મહિન્દા રાજપક્ષે આપ્યુ રાજીનામું- વાંચો વિગત

Gujarati banner 01