Ban on PFI

Ban on PFI: PFI પર મોટી કાર્યવાહી, સરકારની ફરિયાદ બાદ ટ્વિટર ઈન્ડિયાએ લીધું એક્શન

Ban on PFI: કેન્દ્ર સરકારે 28 સપ્ટેમ્બરે પીએફઆઈ પર પ્રતિબંધ મૂક્યો

નવી દિલ્હી, 29 સપ્ટેમ્બરઃBan on PFI: કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા પીએફઆઈ પર 5 વર્ષનો પ્રતિબંધ લદાયા બાદ આ કાર્યવાહી થઈ છે. ભારત સરકારની ફરિયાદ બાદ ટ્વિટર ઈન્ડિયાએ પીએફઆઈનું એકાઉન્ટ બેન કર્યું છે. 

કેન્દ્ર સરકારે 28 સપ્ટેમ્બરે પીએફઆઈ પર પ્રતિબંધ મૂક્યો. અનેક રાજ્યોએ PFI પર પ્રતિબંધ મૂકવાની માંગણી કરી હતી. હાલમાં જ NIA અને તમામ રાજ્યોની પોલીસ તથા એજન્સીઓએ પીએફઆઈના ઠેકાણા પર દરોડા પાડીને અનેક લોકોની ધરપકડ કરી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પીએફઆઈને 5 વર્ષ માટે પ્રતિબંધિત સંગઠન જાહેર કર્યું. પીએફઆઈ ઉપરાંત 8 સહયોગી સંગઠનો ઉપર પણ કાર્યવાહી કરવામાં આવી. 

કયા સંગઠનો પર લાગ્યો પ્રતિબંધ?

– પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI)
– રિહેબ ઈન્ડિયા ફાઉન્ડેશન
– કેમ્પસ ફ્રન્ટ ઓફ ઈન્ડિયા
– ઓલ ઈન્ડિયા ઈમામ કાઉન્સિલ
– NCHRO
– નેશનલ વીમેન્સ ફ્રન્ટ
– જૂનિયર ફ્રન્ટ
-એમ્વાયર ઈન્ડિયા ફાઉન્ડેશન
– રિહેબ ફાઉન્ડેશન (કેરળ)

આ પણ વાંચોઃ Subsidy under Electric Vehicle Policy-2021: ઇવી ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ગુજરાત ઇલેક્ટ્રીક વ્હીકલ પોલિસી-2021 હેઠળ કેપિટલ સબસિડીની વહેંચણી માટેની માર્ગદર્શિકા જાહેર

આ અગાઉ 22 સપ્ટેમ્બરે 15 રાજ્યોમાં PFI ના અનેક ઠેકાણાઓ પર NIA, ED અને અન્ય એજન્સીઓએ દરોડા પાડ્યા હતા. ત્યારબાદ 27 સપ્ટેમ્બરના રોજ 9 રાજ્યોમાં પણ એજન્સીઓ પીએફઆઈના ઠેકાણાઓ પર તાબડતોડ રેડ પાડી. દરોડા દરમિયાન સરકારને પીએફઆઈ વિરુદ્ધ પૂરતા પૂરાવા મળ્યા, ત્યારબાદ ગૃહ મંત્રાલયે પીએફઆઈ અને તે સંલગ્ન 8 સંગઠનો પર દેશભરમાં પ્રતિબંધ લગાવ્યો. 

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે બહાર પાડેલા એક નોટિફિકેશનમાં કહ્યું કે કેન્દ્ર સરકારનું માનવું છે કે પીએફઆઈ અને તેના સહયોગી એવા વિનાશકારી કામોમાં સામેલ રહ્યા છે, જેનાથી પબ્લિક એડમિનિસ્ટ્રેશન પ્રભાવિત થયું છે. દેશના બંધારણીય માળખાને નબળું, આતંકી શાસનને પ્રોત્સાહન અને તેને લાગૂ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે. ગૃહ મંત્રાલયે કહ્યું કે, આ કારણોના પગલે કેન્દ્ર સરકારનું એવું માનવું છે કે પીએફઆઈની ગતિવિધિઓને જોતા તેને અને તેના સહયોગીઓ-મોરચાઓને તત્કાળ પ્રભાવથી ગેરકાયદેસર સંસ્થા જાહેર કરવા જરૂરી છે. 

આ પણ વાંચોઃ PM Modi live in surat: સુરત પહોંચ્યા વડાપ્રધાન મોદી, જુઓ લાઇવ સંબોધન…

Gujarati banner 01