Delhi High court

Big decision of Delhi HC: મહિલાઓની મેટરનિટી લીવ સાથે જોડાયેલા મામલામાં દિલ્હી હાઈકોર્ટનું મોટું નિવેદન, કહી આ વાત

Big decision of Delhi HC: મહિલાઓ પર અભ્યાસ કે બાળકોને જન્મ આપવા માટે શરતો લાદી ન શકાય: દિલ્હી હાઈકોર્ટ

નવી દિલ્હી, 31 મેઃ Big decision of Delhi HC: દિલ્હી હાઈકોર્ટે મહિલાઓની મેટરનિટી લીવ સાથે જોડાયેલા મામલામાં મોટું નિવેદન આપ્યું છે. કોર્ટે કહ્યું કે, મહિલાઓને ભણવા કે બાળકો પેદા કરવા માટે ફરજ પાડી શકાય નહીં. કોર્ટે મેરઠની ચૌધરી ચરણ સિંહ યુનિવર્સિટીના M.Ed સ્ટુડન્ટની પ્રસૂતિની અપીલને ફગાવી દેવાને ખોટું ગણાવતા રજા આપવાનો નિર્દેશ આપ્યો છે. કોર્ટે કહ્યું છે કે વિદ્યાર્થીને પરીક્ષામાં બેસવા દેવાનો પણ આદેશ આપ્યો છે.

દિલ્હી હાઈકોર્ટ ના જસ્ટિસ પુરૂષેન્દ્ર કુમાર કૌરવે તાજેતરમાં M.Ed વિદ્યાર્થીની અરજી પર ચુકાદો આપતા કહ્યું કે બંધારણમાં સમાનતાવાદી સમાજની કલ્પના કરવામાં આવી છે જેમાં નાગરિકો તેમના અધિકારોનો ઉપયોગ કરી શકે છે. સમાજની સાથે સાથે રાજ્ય પણ તેમને આ માટે પરવાનગી આપે છે.

બંધારણીય વ્યવસ્થા હેઠળ આપવામાં આવેલ અધિકાર

હાઈકોર્ટે વધુમાં જણાવ્યું કે બંધારણીય યોજના મુજબ કોઈને શિક્ષણનો અધિકાર અને પ્રજનન સ્વાયત્તતાના અધિકાર વચ્ચે પસંદગી કરવાની ફરજ પાડી શકાય નહીં. લોકોને શિક્ષણનો અધિકાર મળ્યો છે અને પ્રસૂતિની રજા મેળવવી એ પણ મહિલાઓનો અધિકાર છે.

શું છે સમગ્ર મામલો

હકીકતમાં, એક મહિલા અરજદારે ડિસેમ્બર 2021માં ચૌધરી ચરણ સિંહ યુનિવર્સિટીમાં બે વર્ષના M.Ed કોર્સ માટે પ્રવેશ મેળવ્યો હતો. તેણીએ પ્રસૂતિ રજા માટે યુનિવર્સિટીના ડીન અને વાઇસ ચાન્સેલરને અરજી કરી હતી. તેને 28 ફેબ્રુઆરીએ ફગાવી દેવામાં આવી હતી. યુનિવર્સિટી મેનેજમેન્ટે ક્લાસમાં ફરજિયાત હાજરીના ધોરણોને પૂર્ણ કરવાના આધારે અરજદારને પ્રસૂતિ રજાનો લાભ આપવાનો ઇનકાર કર્યો હતો. આ અંગે મહિલાએ અરજી કરી હતી.

આ પણ વાંચો… Go First crisis: ગો ફર્સ્ટ એરલાઈનનું સંકટ વધુ ઘેરું બન્યું, વાંચો વિગતે…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો