Go First 1

Go First crisis: ગો ફર્સ્ટ એરલાઈનનું સંકટ વધુ ઘેરું બન્યું, વાંચો વિગતે…

Go First crisis: એરલાઈને 4 જૂન સુધી તમામ ફ્લાઈટ્સ રદ કરી

બિજનેસ ડેસ્ક, 31 મેઃ Go First crisis: આર્થિક સંકટમાં ફસાયેલી ગો ફર્સ્ટ એરલાઇન ની કટોકટી વધુ ઘેરી બની રહી છે. હવે એરલાઈને તેની ફ્લાઈટ્સ 4 જૂન સુધી રદ કરી દીધી છે. છેલ્લા કેટલાક દિવસોમાં ગો ફર્સ્ટ ફ્લાઇટ્સનું સંચાલન ફરી શરૂ થવાની ધારણા હતી. એરલાઇનના ભાવિ અંગેની અનિશ્ચિતતા વચ્ચે હવે આ પગલું ભરવામાં આવ્યું છે. ગો ફર્સ્ટ એ સૌપ્રથમ 3 મેના રોજ તેની ફ્લાઇટ્સ બંધ કરી દીધી હતી. આ તાજેતરની માહિતી પછી સસ્ટી સેવાઓ પ્રદાન કરતી એરલાઇનની ફ્લાઇટ્સ એક મહિના માટે અટકી જશે.

સૌથી પહેલા 2 મે સુધી કરવામાં આવી હતી જાહેરાત

એરલાઇન દ્વારા 2 મેના રોજ જાહેરાત કરવામાં આવી હતી કે, તે 5 મે સુધી ત્રણ દિવસ માટે તેની ફ્લાઇટ્સ રદ કરી રહી છે. એરલાઇન વતી, ટ્વીટ કરવામાં આવ્યું હતું કે ‘અમને જણાવતા દુ:ખ થાય છે કે GoFirst ની નિર્ધારિત ફ્લાઇટ્સ 4 જૂન સુધી રદ કરવામાં આવી છે.’ એરલાઇન્સે જણાવ્યું હતું કે, મુસાફરોને તેમની ટિકિટની સંપૂર્ણ રકમ પરત કરવામાં આવશે. એરલાઈન્સ તરફથી ખાતરી આપવામાં આવી હતી કે ટૂંક સમયમાં રિ-બુકિંગ શરૂ કરવામાં આવશે.

DGCA તરફથી તૈયારીઓનું ‘ઓડિટ’ કરવામાં આવશે

અગાઉ એવા સમાચાર હતા કે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન ફ્લાઈટ્સને ફરી શરૂ કરવાની મંજૂરી આપતા પહેલા એરલાઈનની તૈયારીઓનું ‘ઓડિટ’ કરશે. GoFirst દ્વારા કર્મચારીઓને મોકલવામાં આવેલી માહિતીમાં પણ આ અંગેની માહિતી આપવામાં આવી હતી. હાલમાં એરલાઇન સ્વૈચ્છિક નાદારી ઉકેલ પ્રક્રિયા હેઠળ છે. ડીજીસીએ (DGCA) ના એક અધિકારીએ જણાવ્યું હતું કે, ગો ફર્સ્ટ (GoFirst) ના રેગ્યુલેટરે કારણ બતાવો નોટિસનો જવાબ આપ્યો છે.

એરલાઈન્સ દ્વારા કર્મચારીઓને મોકલવામાં આવેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે ‘DGCA આગામી દિવસોમાં અમારી તૈયારીઓ તપાસવા માટે ઓડિટ કરશે. એકવાર અમે રેગ્યુલેટર પાસેથી મંજૂરી મેળવી લીધા પછી, અમે ટૂંક સમયમાં ફરીથી કામગીરી શરૂ કરીશું. GoFirst એ પણ જણાવ્યું હતું કે, સરકારે ઘણો સહકાર આપ્યો છે અને એરલાઇનને શક્ય તેટલી વહેલી તકે કામગીરી શરૂ કરવા જણાવ્યું છે.

આ પણ વાંચો… Gujarat Board 12th Result declared: ગુજરાત બોર્ડ ધો.12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર 

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો