cancel train 2

Canceled Train Update: લખનઉ ડિવિઝન માં બ્લોકને કારણે કેટલીક ટ્રેનો રદ

Canceled Train Update: અમદાવાદ ડિવિઝનમાંથી ચાલતી/પસાર થતી કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે

google news png

અમદાવાદ, 17 માર્ચ: Canceled Train Update: ઉત્તર રેલ્વે લખનઉ ડિવિઝનના કાનપુર સેન્ટ્રલ-લખનઉ-એશબાગ સેક્શનમાં બ્રિજ નં. 110 પર એન્જિનિયરિંગ કાર્ય માટે ટ્રાફિક અને પાવર બ્લોકને કારણે, અમદાવાદ ડિવિઝનમાંથી ચાલતી/પસાર થતી કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે. જેની વિગતો નીચે મુજબ છે:

સંપૂર્ણપણે રદ ટ્રેનો :

  1. 21, 28 માર્ચ અને 4, 11, 18, 25 એપ્રિલ 2025 ના રોજ ગાંધીધામથી ચાલનારી ટ્રેન નંબર 09451 ગાંધીધામ-ભાગલપુર સ્પેશિયલ રદ રહેશે.
  2. 24, 31 માર્ચ અને 7, 14, 21, 28 એપ્રિલ 2025 ના રોજ ભાગલપુરથી ચાલનારી ટ્રેન નંબર 09452 ભાગલપુર-ગાંધીધામ સ્પેશિયલ રદ રહેશે.
  3. 21,28 માર્ચ અને 4,11,18, 25 એપ્રિલ 2025 ના રોજ અમદાવાદથી ચાલનારી ટ્રેન નંબર 09465 અમદાવાદ-દરભંગા સ્પેશિયલ રદ રહેશે.
  4. 24,31 માર્ચ અને 7,14,21, 28 એપ્રિલ 2025ના રોજ દરભંગાથી ચાલનારી ટ્રેન નંબર 09466 દરભંગા-અમદાવાદ સ્પેશિયલ રદ રહેશે.
BJ ADVT

પરિવર્તિત માર્ગ થી ચાલનારી ટ્રેનો :

  1. 22,24,29,31 માર્ચ અને 5,7,12,14,19,21,26,28 એપ્રિલ 2025 ના રોજ ગોરખપુરથી ચાલનારી ટ્રેન નંબર 19410 ગોરખપુર-સાબરમતી એક્સપ્રેસ નિર્ધારિત માર્ગ બુઢવલ-લખનઉ-કાનપુર સેન્ટ્રલ-કાસગંજને બદલે પરિવર્તિત માર્ગ વાયા બુઢવલ-સીતાપુર સિટી-શાહજહાંપુર-કાસગંજ ના રસ્તે ચાલશે
  2. 20,27 માર્ચ અને 3,10,17,24 એપ્રિલ 2025 ના રોજ મુઝફ્ફરપુરથી ચાલનારી ટ્રેન નંબર 15269 મુઝફ્ફરપુર-સાબરમતી જનસાધારણ એક્સપ્રેસ નિર્ધારિત માર્ગ ગોરખપુર-લખનઉ-કાનપુર સેન્ટ્રલના બદલે છપરા-વારાણસી સિટી-વારાણસી-પ્રયાગરાજ રામબાગ-પ્રયાગરાજ-કાનપુર સેન્ટ્રલ ના રસ્તે ચાલશે
  3. 20,27 માર્ચ અને 3,10,17,24 એપ્રિલ 2025 ના રોજ ગોરખપુરથી ચાલનારી ટ્રેન નં. 15045 ગોરખપુર-ઓખા એક્સપ્રેસ નિર્ધારિત માર્ગ ગોરખપુર-એશબાગ-કાનપુર સેન્ટ્રલ ના બદલે પરિવર્તિત માર્ગ વાયા ગોરખપુર-ઔંડિહાર-જૌનપુર-જંઘઈ-ફાફામઉ-પ્રયાગરાજ-કાનપુર સેન્ટ્રલ ના રસ્તે ચાલશે.

મુસાફરો ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને મુસાફરી કરે. ટ્રેનોના સમય, સ્ટોપેજ અને સંરચના અંગે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો