Women’s Rest Room: મહિલા કર્મચારીઓની સુવિધા અને આરામ માટે નવીનીકૃત મહિલા વિશ્રામ કક્ષનું ઉદ્ઘાટન
Women’s Rest Room: રાજકોટ ડિવિઝન કાર્યાલયમાં મહિલા કર્મચારીઓની સુવિધા અને આરામ માટે નવીનીકૃત મહિલા વિશ્રામ કક્ષનું ઉદ્ઘાટન
- Women’s Rest Roomમહિલા કર્મચારીઓને મળી આધુનિક સુવિધાઓથી સજ્જ નવીનીકૃત લેડીઝ લાઉન્જની ભેટ
🔥 આ સમાચારને WhatsApp પર જરૂર શેર કરો 📲
📲 WhatsApp પર શેર કરોરાજકોટ, 12 મે: Women’s Rest Room: પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન દ્વારા મહિલા કર્મચારીઓની સુવિધા, આરામ અને કાર્યસ્થળ પર વધુ સારું વાતાવરણ પૂરું પાડવાની દિશામાં એક મહત્વપૂર્ણ પહેલ કરતા ડિવિઝન રેલ પ્રબંધક કાર્યાલય પરિસરમાં સ્થિત મહિલા વિશ્રામ કક્ષ (લેડીઝ લાઉન્જ) નું નવીનીકરણ કરી તેને આધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવ્યું છે.
રાજકોટ ડિવિઝનના વરિષ્ઠ ડિવિઝન વાણિજ્ય પ્રબંધક સુનીલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, કેન્દ્રીય કર્મચારી હિત નિધિ અને પશ્ચિમ રેલવેના સહયોગથી નવીનીકૃત આ લેડીઝ લાઉન્જનું ઉદ્ઘાટન પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન (WRWWO) રાજકોટના અધ્યક્ષા મુકેશી મીના દ્વારા રાજકોટ ડિવિઝન રેલ પ્રબંધક ગિરિરાજ કુમાર મીના, એડીઆરએમ બ્રિજેશ કુમાર સિંહ, વરિષ્ઠ ડિવિઝન કાર્મિક અધિકારી અમૃત સોલંકી, વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ તથા રેલવે કર્મચારીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો:-
મહિલા કર્મચારીઓની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આ નવીનીકૃત લેડીઝ લાઉન્જને સંપૂર્ણપણે વાતાનુકૂલિત (એર કન્ડિશન્ડ) બનાવવામાં આવ્યું છે. જેમાં આરામદાયક સોફા, રેફ્રિજરેટર, માઇક્રોવેવ અને ડાઇનિંગ ટેબલ જેવી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેથી મહિલા કર્મચારીઓ કાર્ય દરમિયાન આરામદાયક અને સુખદ વાતાવરણમાં વિશ્રામ કરી શકશે.
ઉલ્લેખનીય છે કે ડિવિઝન કાર્યાલયમાં કાર્યરત અંદાજે 65 જેટલી મહિલા કર્મચારીઓને આ આધુનિક સુવિધાનો પ્રત્યક્ષ લાભ મળશે. આ પહેલ મહિલા કર્મચારીઓના કાર્યસ્થળના અનુભવને બહેતર બનાવવા તથા તેમની સુવિધા અને કલ્યાણ પ્રત્યે પશ્ચિમ રેલવેની સંવેદનશીલતા દર્શાવે છે.
રાજકોટ ડિવિઝન દ્વારા કર્મચારીઓના હિત, કલ્યાણ અને શ્રેષ્ઠ કાર્ય સંસ્કૃતિના વિકાસ માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મહિલા કર્મચારીઓ માટે લેડીઝ લાઉન્જનું આ નવીનીકરણ પશ્ચિમ રેલવેની કર્મચારી-હિતલક્ષી કાર્યશૈલી અને કર્મચારીઓ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.
