covaxin innograte

Covaxin produced in Ankleshwar: ગુજરાતના અંકલેશ્વરમાં ઉત્પાદિત કોવેક્સિનના પ્રથમ ધંધાર્થી બૅચને કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જારી કર્યો

Covaxin produced in Ankleshwar: અંકલેશ્વર પ્લાન્ટની આજથી શરૂ કરીને દર મહિને 1 કરોડ ડૉઝીસથી વધુની ઉત્પાદન ક્ષમતા છે: મનસુખ માંડવિયા

હૈદ્રાબાદ, મલુર, અંકલેશ્વર અને પૂણેમાં વિશિષ્ટ બાયોસલામતી કન્ટેનમેન્ટ સુવિધાઓની સાથે 1 અબજ ડૉઝીસની વાર્ષિક ક્ષમતાના ઉદ્દેશ તરફ ભારત બાયોટેક મક્કમ રીતે આગળ વધી રહી છે

અંકલેશ્વર, ૨૯ ઓગસ્ટ: Covaxin produced in Ankleshwar: ગુજરાતના અંકલેશ્વરમાં કાઇરોન બેહરિંગ રસી સુવિધાથી કોવેક્સિનના પહેલા ધંધાર્થી બૅચને આજે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ તેમજ રસાયણ અને ખાતર મંત્રી મનસુખ માંડવિયાએ જારી કર્યો હતો. નવસારીના સાંસદ સી. આર. પાટીલ, અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરભાઇ પટેલ, ધારાસભ્ય દુષ્યંત પટેલ અને ભારત બાયોટેકના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ડૉ. કૃષ્ણા એલ્લા પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

ઉદઘાટન સમારોહમાં બોલતા મનસુખ માંડવિયાએ કહ્યું કે આદરણીય પ્રધાનમંત્રીના વિઝનને કારણે ભારત એની પહેલી સ્વદેશી રસી વિક્સાવી શક્યું હતું. તેમણે ટિપ્પણી કરી કે ભારત વિશ્વમાં સૌથી મોટા રસીકરણ કાર્યક્રમો પૈકીનો એક ચલાવી રહ્યું છે અને તે આ સ્વદેશી રસીઓ વિક્સાવવાના કારણે શક્ય બન્યું છે. 2021ની 16મી જાન્યુઆરીથી તમામ રાજ્યો અને સંઘ પ્રદેશોમાં રાષ્ટ્રીય કોવિડ-19 રસીકરણ કાર્યક્રમ સફળતાપૂર્વક ચાલી રહ્યો છે એમ તેમણે ઉમેર્યું હતું.

આ પણ વાંચો…CM VC with bhavina: સીએમ રુપાણીએ વીડિયો કોલ દ્વારા પેરાઓલમ્પિકમાં સિલ્વર મેડલ વિજેતા ભાવિનાને શુભેચ્છા પાઠવી પરિવાર સાથે વાત કરી

અંકલેશ્વર સુવિધાથી કોવેક્સિનના પહેલા બૅચની રવાનગીને દેશને સમર્પિત કરતા કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ કહ્યું કે ભારતની કોવિડ-19 સામેની લડાઈની યાત્રામાં આ સીમાચિહ્નરૂપ ક્ષણ છે. કોવિડ-19 રસીઓની ઉત્પાદન ક્ષમતામાં વધારો ભારતમાં રસીકરણની ગતિને વધુ વેગ પૂરો પાડશે. તેમણે ઉમેર્યું હતું કે આપણા માટે એ અપાર ગર્વની બાબત છે કે બે કંપનીઓ ભારત બાયોટેક અને ઝાયડસ કેડિલાની રસીઓનું સંશોધન અને ઉત્પાદન ભારતમાં થયું છે. તેમણે માહિતી આપી હતી કે અંકલેશ્વર પ્લાન્ટની ઉત્પાદન ક્ષમતા આજથી શરૂ કરીને દર મહિને એક કરોડ ડૉઝીસથી વધુની છે.

Covaxin produced in Ankleshwar

વૈશ્વિક મહામારી સામે લડાઈમાં ભારતના યોગદાન વિશે વાતચીત કરતા તેમણે ઉલ્લેખ કર્યો હતો કે કોવિડ સ્થિતિનો મુકાબલો કરવા માટે આવશ્યક દવાઓની જરૂરિયાતવાળા અન્ય દેશોને મદદ કરવામાં ભારત કેવી રીતે હંમેશા અગ્ર સ્થાને રહ્યું છે.

ભારતમાં કોવેક્સિનના ઉત્પાદનની સ્થિતિ અંગે બોલતા કેન્દ્રીય મંત્રીએ માહિતી આપી કે ભારત બાયોટેકે એની હૈદ્રાબાદ, મલુર, બેંગલુરુ અને પૂણે કેમ્પસીસ ખાતે બહુવિધ ઉત્પાદન હરોળો પહેલેથી ગોઠવી દીધી છે અને અંકલેશ્વર કાઇરોન બેહરિંગ ઉમેરાતા એની કોવેક્સિન ઉત્પાદન ક્ષમતામાં વધુ વધારો થશે. 2020 દરમ્યાન નિર્મિત નવી ફિલિંગ સુવિધા હવે કોવેક્સિનના ઉત્પાદન માટે વપરાઇ રહી છે. જૂનની શરૂઆતમાં કોવેક્સિનનું ઉત્પાદન શરૂ થયું હતું અને એ પહેલાં ટીમે સુવિધા ખાતે ઉપકરણોની કાર્યરીતિના અભ્યાસ માટે બૅચીસના એન્જિનિયરિંગનો અમલ કર્યો હતો. અંકલેશ્વર સુવિધાથી ઉત્પાદિત પ્રોડક્ટ્સ સપ્ટેમ્બર 2021થી શરૂ કરીને પુરવઠા માટે ઉપલબ્ધ બનશે એમ તેમણે ઉમેર્યું હતું.

Whatsapp Join Banner Guj

ભારત બાયોટેકના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ડૉ. કૃષ્ણા એલાએ કહ્યું, “વૈશ્વિક સલામતી અને ઍફિકસીના ધારાધોરણો સાથેની એક રસી વિક્સાવવાનું અમારું લક્ષ્ય સિદ્ધ થયું છે, અમે હવે વાર્ષિક 1 અબજ ડૉઝીસની ક્ષમતાના લક્ષ્ય તરફ આગળ કૂચ કરી રહ્યા છીએ.”

ભારત બાયોટેક વધુ વધારા માટે બાયોસલામતી કન્ટેનમેન્ટ હેઠળ અન્ય દેશોમાં જેમને નિષ્ક્રિય કરવામાં આવેલી  વાયરલ રસીઓના ધંધાદારી વ્યાપની ઉત્પાદનની અગાઉની કુશળતા છે એવા  એના ભાગીદારો સાથે ઉત્પાદન ભાગીદારીને પણ ચકાસી રહ્યું છે.