Manish sisodia

Delhi liquor scam CBI registers FIR: દરોડા બાદ CBI એ નોંધી FIR, સિસોદિયા આરોપી નંબર-1- વાંચો સંપૂર્ણ અહેવાલ

Delhi liquor scam CBI registers FIR: સીબીઆઇએ પીસી અધિનિયમ 1988, 120-બી, 477એ, મૂળ ગુના હેઠળ કેસ નોંધ્યો છે

નવી દિલ્હી, 19 ઓગષ્ટઃ Delhi liquor scam CBI registers FIR: કેન્દ્રીય તપાસ બ્યુરોએ દિલ્હી આબકારી નીતિમાં કથિત અનિયમિતતાઓના મામલે રાષ્ટ્રીય રાજધાની અને 7 અન્ય રાજ્યોમાં 21 સ્થળો પર દરોડા પાડ્યા. તપાસ એજન્સીએ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાના ધરે પણ દરોડા પાડ્યા. ત્યારે આ મામલે સીબીઆઇએ FIR નોંધાવી છે. સીબીઆઇએ આ મામલે 15 લોકોને આરોપી ગણાવ્યા છે. મનીષ સિસોદિયાને આરોપી નંબર 1 ગણાવ્યા છે. સીબીઆઇએ પીસી અધિનિયમ 1988, 120-બી, 477એ, મૂળ ગુના હેઠળ કેસ નોંધ્યો છે.

દરોડા દરમિયાન મનીષ સિસોદિયાના આવાસ પરથી આપત્તિજનક દસ્તાવેજ અને ઇલેક્ટ્રોનિક ઉપકરણ જપ્ત કર્યા છે. સીબીઆઇએ એક સાર્વજનિક સાક્ષીની હાજરીમાં કેટલાક દસ્તાવેજ જપ્ત કર્યા. એક સૂત્રએ કહ્યું કે, ભવિષ્યમાં કોઈપણ પ્રકારના વિવાદથી બચવા માટે સંપૂર્ણ કાયદાકીય પ્રક્રિયા સાથે આ કરવામાં આવી રહ્યું છે. સૂત્રોએ જણાવ્યું કે ટીમ તેમના ઘર પર હાલ વિવિધ દસ્તાવેજો તપાસ કરી રહી છે અને સિસોદિયાની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ Emergency landing of nitish kumars helicopter: નીતિશ કુમારનાં હેલિકોપ્ટરનું ઇમર્જન્સી લેન્ડિંગ- વાંચો વિગત

સીબીઆઇની ટીમોએ પૂર્વ આબકારી કમિશનર ઇ. ગોપીકૃષ્ણ, ચાર લોક સેવકો અને અન્યના ઘર પર પણ દોરોડા પાડ્યા. આ પહેલા સિસોદિયાએ દાવો કર્યો કે તે નિર્દોષ છે અને સીબીઆઇ કેન્દ્રના ઇશારે કામ કરી રહી છે.

સીબીઆઇના દરોડા પર મનીષ સિસોદિયાએ શું કહ્યું?
મનીષ સિસોદિયાએ શુક્રવારના પોતાના ઘર પર સીબીઆઇના દરોડાને દુભાગ્યપૂર્ણ ગણાવ્યા અને કહ્યું, દેશ માટે સારું કામ કરનારા લોકોને પરેશાન કરવામાં આવી રહ્યા છે. સિસોદિયાએ સીબીઆઇના અધિકારીઓનું સ્વાગત કર્યું અને કહ્યું કે તે દરેક પગલાં પર તપાસ એજન્સીઓને સહયોગ કરશે જેથી સત્ય જલદી સામે આવી શકે.

તેમણે કહ્યું, મારી સામે ઘણા કેસ નોંધવામાં આવ્યા છે અને આજ સુધી કંઈપણ સાબિત થયું નથી. આ મામલે પણ કંઈપણ સામે નહીં આવે. સારા શિક્ષણના મારા કામને રોકી શકાશે નહીં. સિસોદિયાએ કહ્યું, તે દિલ્હીમાં શિક્ષણ અને સ્વાસ્થ્યના અદ્ભૂત કાર્યોથી નિરાશ છે. તેથી તે દિલ્હીના સ્વાસ્થ્ય અને શિક્ષણ મંત્રાલયની સામે ષડયંત્ર રચી રહ્યા છે, જેથી સારા કામને રોકી શકાય. અમારી બંને પર ખોટા આરોપ લગાવ્યા છે. સત્ય સામે આવશે.

આ પણ વાંચોઃ lord Krishna janmotsav: અંબાજી મંદિરમાં જન્માષ્ટમી પૂર્વ રાત્રિએ જ ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી

Gujarati banner 01