Heavy rain forecast in gujarat

Rain forecast: ગુજરાતમાં ફરી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ, હવામાન વિભાગે આપી ખાસ ચેતવણી

Rain forecast: હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં 22 ઓગસ્ટથી વરસાદની સિસ્ટમ સક્રિય થશે

અમદાવાદ, 19 ઓગષ્ટ:Rain forecast: ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં ફરી એકવાર ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાનની આગાહી મુજબ રાજ્યમાં આગામી 4 દિવસ સામાન્ય વરસાદ રહેશે. પરંતુ 22 ઓગસ્ટથી રાજ્યમાં ફરીથી વરસાદનું જોર વધશે. હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં 22 ઓગસ્ટથી વરસાદની સિસ્ટમ સક્રિય થશે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 188 તાલુકામાં વરસાદે રમઝટ બોલાવી છે. 

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં સૌરાષ્ટ્ર, કચ્છ, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય રાજ્યમાં મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર અને બોટાદ જિલ્લામાં વરસાદ વરસી શકે છે.

આ પણ વાંચોઃ Delhi liquor scam CBI registers FIR: દરોડા બાદ CBI એ નોંધી FIR, સિસોદિયા આરોપી નંબર-1- વાંચો સંપૂર્ણ અહેવાલ

કયા-કયા જિલ્લામાં વરસાદ ખાબકશે?
હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં 22 ઓગસ્ટથી વરસાદની સિસ્ટમ સક્રિય થશે. રાજ્યમાં સૌરાષ્ટ્ર, કચ્છ, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે રાજ્યમાં મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર અને બોટાદ જિલ્લામાં વરસાદ વરસી શકે છે.

નોંધનીય છે કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 188 તાલુકામાં વરસાદ મન મૂકીને વરસ્યો છે. જેમાં સૌથી વધુ 2 ઇંચ વરસાદ સાબરકાંઠાના ઇડરમાં પડ્યો છે.  વડાલીમાં પોણા 2 ઇંચ, ધાનેરામાં 1.5 ઇંચ વરસાદ, પોશીનામાં 1.5 ઇંચ, જેતપુર પાવીમાં 1.5 ઇંચ, પાલનપુરમાં 1.5 ઇંચ, ઉમરપાડામાં 1.5 ઇંચ, કલોલમાં સવા ઇંચ, ગાંધીધામમાં સવા ઇંચ, કપડવંજમાં 1 ઇંચ, વાવમાં 1 ઇંચ, પાટણમાં 1 ઇંચ, વિજયનગરમાં 1 ઇંચ, બોડેલીમાં 1 ઇંચ, કપરાડામાં 1 ઇંચ, પ્રાંતિજમાં 1 ઇંચ અને નડિયાદમાં 1 ઇંચ વરસાદ વરસ્યો છે.

આ પણ વાંચોઃ Emergency landing of nitish kumars helicopter: નીતિશ કુમારનાં હેલિકોપ્ટરનું ઇમર્જન્સી લેન્ડિંગ- વાંચો વિગત

Gujarati banner 01