lord Krishna janmotsav

lord Krishna janmotsav: અંબાજી મંદિરમાં જન્માષ્ટમી પૂર્વ રાત્રિએ જ ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી

lord Krishna janmotsav: આ જન્મોત્સવને જન્માષ્ટમીની પૂર્વ રાત્રે ઉજવવાની પરંપરા અંબાજી મંદિરમાં ઘણા વર્ષોથી જોવા મળી રહી છે

  • આઠમના દિવસે રોજ જે રીતે દહીં હાંડી અને મટકી ફોડનો કાર્યક્રમ યોજાય છે
  • ચાંદીના પારણાં માં ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ બનાવી તેમને ઝુલાવવામાં આવ્યા
  • અંબાજી મંદિરમાં ઉજવાતા મોટી સંખ્યામાં ભક્તોએ પણ આ જન્મોત્સવની ઉજવણી નો લાભ લીધો

અહેવાલઃ ક્રિષ્ના ગુપ્તા

અંબાજી, 19 ઓગષ્ટઃ lord Krishna janmotsav: યાત્રાધામ અંબાજી ખાતે અંબાજી મંદિરમાં જન્માષ્ટમી પૂર્વ રાત્રિએ જ ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી રાત્રીના 12 ના ટકોરે ઝરમર વરસાદ સાથે અંબાજી મંદિરમાં ચાંદીના પારણાં માં ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ બનાવી તેમને ઝુલાવવામાં આવ્યા હતા સાથે પંજરી, પંચામ્રુત,માખણ નો ભોગ સોનાના થાળ માં ધરાવવામાં આવ્યો હતો.

તેમજ જન્માષ્ટમીની પૂર્વ રાત્રિએ ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવ અંબાજી મંદિરમાં ઉજવાતા મોટી સંખ્યામાં ભક્તોએ પણ આ જન્મોત્સવની ઉજવણી નો લાભ લીધો હતો અને રાત્રે 12:00 ના ટકોરે ભગવાન શ્રી ક્રુષ્ણ ની આરતી ઉતારી ,નંદ ઘેરા આનંદ ભયો જય કનૈયા લાલકીના નાદ ગુંજ્યા હતા.

Advertisement
224fcf68 aa35 4f27 8d0f a01ae7b11fd9

આ પણ વાંચોઃ Gadhda temple Pujari death: ગઢડા BAPS મંદિરમાંથી પૂજારીનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી

જોકે જન્માષ્ટમીની પૂર્વ રાત્રિએ આ ઉત્સવ મનાવવાનું કારણ મંદિરના મુખ્ય પૂજારી ભરતભાઈ પાધ્યા( ભટ્ટજીમહારાજ મંદિર ટ્રસ્ટ) દ્વારા જણાવાતા કહ્યું હતું કે ભગવાન શ્રીકૃષ્ણ રાત્રીના 12 કલાકે જન્મ્યા હતા અને બીજા દિવસે જન્માષ્ટમીના દિવસે તેમનો જન્મ ઉત્સવ એટલે કે તેમનાભક્તો દ્વારા ઉજવણી કરવામાં આવે છે.

d1d773f4 4988 4f60 9e3d 021bb2d02f60

તેથી આ રાત્રિ દરમિયાન તેમની પૂર્વ રાત્રિએ જ જન્મોત્સવનો કાર્યક્રમ અંબાજી મંદિર ખાતે ઉજવવામાં આવે છે એટલુજ નહી વર્ષ દરમ્યાન શિવરાત્રી અને જન્માષ્ઠમી ના શ્રી ક્રુષ્ણના જન્મોત્સવ ને લઈ બે વખત રાત્રીના બાર વાગે આરતી કરવામાં આવેછે.

Advertisement

જ્યારે આઠમના દિવસે રોજ જે રીતે દહીં હાંડી અને મટકી ફોડનો કાર્યક્રમ યોજાય છે તે જન્મ થયા બાદ તે ઉત્સવ મનાવવાનો પ્રસંગ ઉજવાતો હોય આ જન્મોત્સવને જન્માષ્ટમીની પૂર્વ રાત્રે ઉજવવાની પરંપરા અંબાજી મંદિરમાં ઘણા વર્ષોથી જોવા મળી રહી છે.

આ પણ વાંચોઃ World Photography Day: આજે વિશ્વ ફોટોગ્રાફી ડે, વાંચો કઇ રીતે થઇ આ દિવસને ઉજવવાની શરુઆત?

Gujarati banner 01
દેશ કી અવાજના તમામ સમાચાર ફેસબુક પર મેળવવા માટે લાઈક કરો.

Advertisement
Copyright © 2022 Desh Ki Aawaz. All rights reserved.