Electoral Bond Data: ચૂંટણી બોન્ડથી ભાજપે સૌથી વધુ 6000 કરોડ મેળવ્યાં, ટોચના ક્રમે ફ્યૂચર ગેમિંગ કંપની
Electoral Bond Data: ચૂંટણીપંચે એસબીઆઈ પાસેથી મેળવેલી ચૂંટણી બોન્ડની વિગતો ડેડલાઈનથી એક દિવસ પહેલાં જ તેની વેબસાઈટ પર જાહેર કરી
નવી દિલ્હી, 15 માર્ચઃ Electoral Bond Data: આખરે ચૂંટણીપંચે એસબીઆઈ પાસેથી મેળવેલી ચૂંટણી બોન્ડની વિગતો ડેડલાઈનથી એક દિવસ પહેલાં જ તેની વેબસાઈટ પર જાહેર કરી દીધી. આ વિગતોનું વિશ્લેષણ કરતાં જાણવા મળ્યું કે ચૂંટણી બોન્ડ વડે સૌથી વધુ 6 હજાર કરોડથી વધુ રૂપિયા ભાજપે મેળવ્યાં છે. તેણે ચૂંટણી બોન્ડને વટાવીને આ રકમ મેળવી હતી.
चुनाव आयोग ने electrol bonds की जानकारी सार्वजनिक कर दी है।
ज्यादातर पन्नों पर भाजपा का नाम है।
लोकतंत्र को ऐसे हाईजैक किया है मोदी सरकार ने। pic.twitter.com/Dm3hTyVTrK— Ritu Choudhary (@RituChoudhryINC) March 14, 2024
ચૂંટણી બોન્ડ દ્વારા ફંડ મેળવીને તેને વટાવવામાં બીજા ક્રમે તૃણમૂલ કોંગ્રેસ રહી છે. તેણે કુલ 1600 કરોડ રૂપિયાથી વધુના બોન્ડ વટાવ્યાં હતાં. જ્યારે આ યાદી અનુસાર ત્રીજા ક્રમે કોંગ્રેસ 1421 કરોડ, ચોથા ક્રમે બીઆરએસ 1214 કરોડ, પાંચમાં ક્રમે બીજેડી 775 કરોડ, છઠ્ઠા ક્રમે ડીએમકે 639 કરોડ, સાતમા ક્રમે વાયએસઆર કોંગ્રેસ 337 કરોડ, આઠમા ક્રમે ટીડીપી 218 કરોડ, નવમાં ક્રમે શિવસેના 158 કરોડ અને દસમાં ક્રમે આરજેડીએ 72.50 કરોડ રૂપિયા મેળવ્યાં હતા.
ઉલ્લેખનીય છે કે સુપ્રીમકોર્ટે ચૂંટણી બોન્ડ યોજનાને ગેરબંધારણીય ગણાવી હતી. તે સમયે સુપ્રીમકોર્ટે કહ્યું હતું કે ચૂંટણી બોન્ડની જાણકારી ગુપ્ત રાખવી એ માહિતીના અધિકારનું ઉલ્લંઘન છે. આ મામલો સુપ્રીમકોર્ટમાં આઠ વર્ષથી ચાલતો હતો. આ ચુકાદાની હવે મોટી અસર લોકસભા ચૂંટણી પર ચોક્કસ જોવા મળી શકે છે.
