Fire in juhapura: અમદાવાદના જુહાપુરામાં મેટ્રો મેન્સન ફ્લેટ આગ લાગી, 200 લોકોને રેસક્યૂ કરાયા-40 વાહનો બળીને ખાખ થયા
Fire in juhapura: જુહાપુરાના ફતેવાડી વિસ્તારમાં વહેલી સવારે રહેણાંક ફ્લેટમાં આગ લાગવાની ઘટના બની
અમદાવાદ, 15 માર્ચઃ Fire in juhapura: અમદાવાદના જુહાપુરાના ફતેવાડી વિસ્તારમાં વહેલી સવારે રહેણાંક ફ્લેટમાં આગ લાગવાની ઘટના બની છે. મેટ્રો મેન્સન ફ્લેટના બેસમેન્ટમાં આગ લાગી હતી. જે પછી આગે વિકરાળ સ્વરુપ ધારણ કર્યુ હતુ. આગના બનાવને લઇને ફ્લેટમાં દોડધામ મચી ગઇ હતી.
આ પણ વાંચોઃ Government Bank: આ સરકારી બેંકોમાં સરકાર પોતાનો ભાગ ઘટાડશે, જાણો શા માટે લીધો મોટો નિર્ણય?
આગ લાગવાની ઘટનામાં બેઝમેન્ટમાં પાર્ક ત્રણ રિક્ષા પૈકી 40 વાહનો બળીને ખાક થઇ ગયા છે.હાલ તો આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે, જોકે આગ કયા કારણથી લાગી તે હજુ સુધી જાણવા મળ્યુ નથી. પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે.
